ગુમ થયેલું 103 કિલો સોનું શોધવા મદ્રાસ હાઇકોર્ટનો CB-CIDને આદેશ

– રૂપિયા 43 કરોડનું સોનું ક્યાં ગયું? :કોર્ટ

– ચેન્નાઇમાં 2012માં સુરાણા કોર્પોરેશનમાંથી સીબીઆઇએ અંદાજે 400 કિલો સોનું જપ્ત કર્યું હતું

સીબીઆઇએ સોનું ગુમ થયાની ફરીયાદ પણ ન લખાવતા કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું

ચેન્નાઇમાં એક નિકાસકાર પાસેથી જપ્ત કરેલું 103 કિલો સોનુ જે સીબીઆઇની કસ્ટડીમાંથી ગુમ થયું હતું તેને શોધવા મદ્રાસ હાઇકોર્ટે રાજ્યની તામિલનાડુની ક્રાઇંમ બ્રાન્ચને આદેશ કર્યો હતો.ગુમ થયલેું સોનું વર્ષ 2012માં ચેન્નાઇમાં સુરાણા કોર્પોરેશનની ઓફિસ  પર સીબીઆઇએ  પાડેલા દરોડા દરમિયાન જપ્ત કરેલા 400.07 કિલો સોનાનો જ આ ભાગ હતો.

જસ્ટિસ પી એન પ્રકાશે શુક્રવારે સીબી-સીઆઇડીને પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટની રેન્કના અધિકારી દ્વારા તપાસ કરાવી છ મહિનામાં રિપોર્ટ સુપ્રત કરવા આદેશ કર્યો હતો. સીબીઆઇએ એવી દલીલ કરી હતી કે જો સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરાવવામાં આવશે તો અમારી આબરૂના ધજાગરા ઉડશે જેને કોર્ટે ફગાવી હતી.સુરાણા કોર્પોરેશનના લિક્વીડેટર દ્વારા 103.864 કિલો પરત અપાવવા સીબીઆઇને આદેશ આપવાના સંદર્ભમાં આ બાબત સામે આવી હતી.

મિનરલ્સ એન્ડ મેટલ્સ ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના અધિકારીઓ દ્વારા સોના અને ચાંદીના નિકાસકારને તરફેણ કરી હતી. હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્રીય એજન્સીએ કહ્યું હતું કે અમે આ કેસમાં આંતરિક તપાસ શરૂ કરાઇ હતી. પણ તમે શા માટે એફઆઇઆર નોંધાવી ન હતી તેવા સવાલના જવાબમાં  સરકારી વકીલે કહ્યું હતું કે અમે તેની તપાસ શરૂ કરાઇ હતી.તેમણે કોર્ટને સીબીઆઇને આદેશ આપવા વિનંતી કરી હતી.

તમામ સોનું સુરાણા કોર્પોરેશનના સુરક્ષિત લોકરમાં સીબીઆઇના સીલ અને તાળામાં રાખવામાં આવ્યું હતું.કોર્ટમાં આ બાબત આવી ત્યારે જજે કહ્યું હતું કે’ અમે આ દ્રષ્ટીકોણને માનતા નથી કારણ કે કાયદો આવી બાબતોમાં દખલગીરી કરવાની મંજૂરી આપતો નથી.તમામ પોલીસ પર ભરોસો રાખવો જોઇએ અને સીબીઆઇના શિંગડા છે અને સ્થાનિક પોલીસ પાસે માત્ર પુછડી છે’.

જજે અવલોકન કર્યું હતું કે હવે કેન્દ્રીય એજન્સીની અગ્ની પરીક્ષા થશે.’છતાં તેની પણ કોઇ મદદ મળી શકશે નહીં. જો તેઓ  સિતા જેવા પવિત્ર હોય તો તેમણે એ રીતે બહાર આવવું જોઇએ, જો ચોખ્ખા નહીં હોય તો તેમને સજા ભોગવવી પડશે’.સીબીઆઇએ કહ્યું હતું કે તેમણે સેફ અને વોલ્ટની 72 ચાવીઓ ચ ે   સીબીઆઇના કેસ માટેના ચેન્નાઇના અગ્ર મુખ્ય ખાસ જજને સોંપી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.