મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ મત વ્યકત કર્યો છે કે, ગુજરાતની સર્વાંગી વૈશ્વિક વિકાસ યાત્રાના પાયામાં રાજ્યની સુદ્રઢ અને સંગીન કાયદો વ્યવસ્થાની સ્થિતી રહેલી છે.
તેમણે કહ્યું કે, આ જ કારણોથી ગુજરાતની કાયદો વ્યવસ્થા, સુરક્ષા-સલામતિની સ્થિતીની નોંધ દેશભરમાં લેવાય છે.
ભારતભરમાં ગુજરાત પોલીસની પ્રતિષ્ઠા એવી વધી છે કે ગૂન્હો આચરનારાઓને પાતાળમાંથી પણ શોધી કાઢી સજા આપવાની, નશ્યત કરવાની સજ્જતા-દક્ષતા ગુજરાત પોલીસમાં છે.
વિજય રૂપાણીએ વિશિષ્ટ સેવા માટેના 18 પોલીસ ચન્દ્રક તેમજ પ્રસંશનીય સેવા માટેના 150 પોલીસ પદક એનાયત કર્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પોલીસના જવાનોએ પોતાના જાનની પરવા કર્યા વગર લોકોની સેવા કરી છે. જેથી ગુજરાત પોલીસ અને રાજ્યનું ગૌરવ વધ્યું છે
ગુજરાત પોલીસ આધુનિક તકનીકનો ઉપયોગ કરી સમય સાથે તાલ મિલાવી રહી છે. તેઓએ કહ્યું કે, ગુજરાતમાં ક્રાઇમ રેટ અને ક્રાઇમ ડિટેકશન રેટ મેન્ટેઇન કરવામાં આવ્યો છે અને આથી જ લોકોની ફરિયાદ- સમસ્યાઓ નિવારી શક્યા છીએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.