ગુજરાતમાં જામનગરથી ભરૂચ પહોંચાડતો 316 કિલોમીટર લાંબો એક્સપ્રેસ બનશે, જેનાથી છાશવારે સૌરાષ્ટ્રથી સુરત અને મુંબઈ જનારા લોકોને સરળતા રહેશે….

Gujarat Development : હાલ ચારેતરફ ગુજરાતના વિકાસની ગાડી સડસડાટ દોડી રહી છે. ગુજરાતનું એવુ કોઈ શહેર કે ગામ બાકી નહિ હોય જ્યાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ન હોય. ત્યારે ગુજરાત સરકાર હવે રોડ કનેક્ટિવિટી પર વધુ ફોકસ કરી રહી છે, જેથી ટ્રાન્સપોર્ટેશન સરળ રહે. ત્યારે હવે ગુજરાતમાં એક એવો પ્રોજેક્ટ આવી રહ્યો છે, જેનાથી આખું સૌરાષ્ટ્ર હરખાઈ જશે. સૌરાષ્ટ્રથી સીધા મુંબઈ જવા માંગતા લોકોને વાયા વાયા જવાની જરૂર નહિ પડે. તેઓ ડાયરેક્ટર જામનગરથી વાયા સુરત થઈને મુંબઈ બાય રોડ નીકળી શકશે. હવે જામનગરથી સીધા ભરૂચ માત્ર 5 કલાકમાં પહોંચી શકાશે. કારણ કે, જામનગરથી ભરૂચને જોડતો સીધા 316 કિલોમીટરનો એક્સપ્રેસ વે બનવાનો છે. જેમાં 30 કિલોમીટર લાંબો બ્રિજ તો દરિયામાં બનશે.

હવે આ પ્રોજેક્ટ પર નજર કરીએ તો, સૌરાષ્ટ્રથી મોટી સંખ્યામાં લોકો સુરત અને મુંબઈ જનારા છે. જો સૌરાષ્ટ્રથી સુરત જવુ હોય તો વાયા બગોદરા કે વડોદરા થઈને જવું પડે છે. વાયા વાયા પહોંચવામાં લોકોને 527 કિલોમીટરનું અંતર કાપવું પડે છે. પરંતું જો જામનગરથી ભરુચ સુધીનો એક્સપ્રેસ વે બની જાય તો સીધું 135 કિલોમીટરનું અંતર ઘટી જશે.

કયા કયા શહેરોમાંથી નીકળશે આ એક્સપ્રેસ વે

જામનગરથી શરૂ થનારો આ એક્સપ્રેસ વે જામનગર બાદ રાજકોટ, ભાવનગર થઈને સીધો ભરૂચ નીકળશે. જેમાં વચ્ચે વડોદરા કે બગોદરા નહિ આવે.

કેટલો સમય બચશે

આ એક્સપ્રેસ પર એકવાર જામનગરથી નીકળશો તો સડસડાટ ગાડી દોડશએ. બીજી વાત જામનગરથી બાય રોડ ભરૂચ માત્ર 5 કલાકમાં પહોંચી જશો. સૌરાષ્ટ્રથી સુરત જનારો વર્ગ મોટો છે, તેથી તેઓ માત્ર 6 કલાકમાં સુરત પહોંચી જશે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ફાયદો ભાવનગરને થશે, કેમ કે ભાવનગરથી સુરત જવા માટે હાલ બહુ ફરીને જવું પડે છે અને 357 કિમી જેટલું અંતર થાય છે. જો નવો એક્સપ્રેસ બની જશે અને દરિયામાં 30 કિમી લાંબો બ્રિજ બની જશે તો ભાવનગરથી 1 કલાકમાં સીધું ભરૂચ પહોંચી શકાશે. તેમજ ભાવનગરથી સુરતનું અંતર 243 કિમી ઘટી જશે. બંને શહેર વચ્ચે માત્ર 114 કિમીનું અંતર રહેશે, જે કાપતા બે કલાકનો સમય પણ નહીં લાગે.

દરિયામાં સૌથી લાંબો બ્રિજ બનશે

આ એક્સપ્રેસ વેની એક અન્ય ખાસિયત હશે. ભાવનગરથી ભરૂચ સુધી દરિયામાં 30 કિલોમીટર લાંબો બ્રિજ બનાવવામા આવશે. હાલ મુંબઈનો અટલ સેતુ દેશનો સૌથી લાંબો બ્રિજ છે, જેની લંબાઈ 21.8 કિમીની છે. ત્યારે એક્સપ્રેસ પર બ્રિજ બનશે તો તે દેશનો સૌથી લાંબો દરિયાઈ બ્રિજ બનશે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) તથા ભારતમાલા પરિયોજના એન્ડ સ્પેશિયલ પ્રોજેક્ટ (BPSP) સેલ દ્વારા દેશભરમાં 8 નવા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. એમાંથી બે પ્રોજેક્ટ (પેકેજ) ગુજરાતને મળ્યા છે. પહેલો પ્રોજેક્ટ જામનગરથી વાયા રાજકોટ થઈને ભાવનગર સુધી 248 કિલોમીટર ફોર અથવા સિક્સલેન બનાવવાનો છે. જ્યારે બીજો પ્રોજેક્ટ ભાવનગરથી ભરૂચ સુધી 68 કિલોમીટર ફોર અથવા સિક્સલેન બનાવવાનો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.