ગુણવત્તાયુક્ત શિક્ષણ- આર્થિક અસમાનતા દૂર કરવામાં ગુજરાત નબળું, આ રિપોર્ટમાં થયો ખુલાસો

ગુણવત્તાયુક્ત શિક્ષણ, આર્થિક અસમાનતા દૂર કરવા તેમજ ભૂખમરો દૂર કરવાના ક્ષેત્રમાં ગુજરાતનો ઈન્ડેક્સ ઘટી રહ્યો છે. ગુજરાતના નબળા દેખાવના કારણે વર્ષ ૨૦૩૦ સુધીમાં સાતત્યપુર્ણ વિકાસ લક્ષ્યાંક હાંસલ કરવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસડીજી) ઈન્ડિયા ઈન્ડેક્સ ૨૦૧૯-૨૦ના સોમવારે જાહેર થયેલા ડેટામાં આ હકીકત સામે આવી છે.

આ ડેટા અનુસાર ગુજરાતમાં ગુણવત્તાયુક્ત શિક્ષણમાં ૨૦ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે, વર્ષ ૨૦૧૮માં ૬૭ પોઈન્ટ હતા, જે ઘટીને વર્ષ ૨૦૧૯માં ૫૭ પોઈન્ટ થઈ ગયા છે. એ જ રીતે આર્થિક અસમાનતા દૂર કરવા મામલે પણ ૨૦ પોઈન્ટનો ઘટાડો દેખાયો છે, વર્ષ ૨૦૧૮માં ૭૯ પોઈન્ટ હતા જે વર્ષ ૨૦૧૯માં ઘટીને ૫૯ પોઈન્ટ થઈ ગયા છે. ભૂખમરો દૂર કરવાની કામગીરીમાં પણ નબળો દેખાવ રહ્યો છે, તેમાં ૧૦ પોઈન્ટનો ઘટાડો થયો છે. વર્ષ ૨૦૧૮માં ૪૯ પોઈન્ટ હતા, જે વર્ષ ૨૦૧૯માં ઘટીને ૩૯ પોઈન્ટ થઈ ગયા છે. શુધ્ધ પાણી અને ગટરની સુવિધા મામલે પણ ગુજરાતનો ઈન્ડેક્સ ઘટયો છે, વર્ષ ૨૦૧૮માં ૧૦૦ પોઈન્ટ હતા, જેમાં ૮ પોઈન્ટનો ઘટાડો થયો છે એટલે કે વર્ષ ૨૦૧૯માં ૯૨ પોઈન્ટ થઈ ગયા છે. ઈકોનોમિક ગ્રોથ મામલે પણ પાંચ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૧૮માં આ મામલે ૮૦ પોઈન્ટ હતા, જે વર્ષ ૨૦૧૯માં ૭૫ પોઈન્ટ થયા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.