ગૌરવવંતા ગુજરાતમાં ભ્રષ્ટાચાર વધ્યો, છેલ્લા 5 વર્ષમાં 1127 પકડાયા,લાંચખોરો પણ વધ્યા

ગુજરાત સરકારમાં કરપ્શનના માત્રા વધારે છે તેવું સરકારી આંકડા સાબિત કરે છે. ત્યારે પાંચ કે સાત હજાર લોકોને પૂછીને કરપ્શનની માત્રા નક્કી કરવી એ મૂર્ખામી છે. કેન્દ્રીય પ્રાઇવેટ સંસ્થાનો રિપોર્ટ જોઇને ગુજરાત સરકાર ખૂશ થાય છે પરંતુ હકીકતમાં રાજ્યમાં કરપ્શનની માત્રા એટલી બધી વધી ચૂકી છે કે રોજનો એક કેસ એન્ટી કરપ્શન બ્યુરોમાં નોંધાય છે. એટલે કે કોઇને કોઇ સરકારી કચેરીમાં લાંચ લેવાના કેસોની સંખ્યા વર્ષે 270ના આંકડાને ક્રોસ કરે છે.

રાજ્ય ગૃહ વિભાગના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં પાંચ વર્ષમાં 1127 અધિકારી તેમજ કર્મચારીઓને લાંચ લેવાના કેસમાં જેલની સજા થઇ છે. એનો મતલબ એ થયો કે આજે પણ ગુજરાત કરપ્શનમાં દેશના અગ્રીમ રાજ્યોમાં આવે છે. રાજ્યમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર મહેસૂલ અને શહેરી વિકાસ જેવા વિભાગોમાં થાય છે કે જ્યાં જમીનના સોદા થતા હોય છે. જો કે પોલીસ વિભાગમાં બદલી અને વહીવટમાં મોટો ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. રાજ્યમાં સૌધી વધુ લાંચિયા અધિકારીઓ ગૃહ વિભાગમાં પકડાય છે. વિવિધ પોલીસ સ્ટેશનના આંકડા ચોંકાવનારા બહાર આવ્યા છે.

રાજ્યમાં પાંચ વર્ષમાં 1127 અધિકારીઓ તેમજ કર્મચારીઓ સામે કાર્યવાહી કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે. આજેપણ એન્ટી કરપ્શન બ્યુરોમાં રોજની એક ફરિયાદ આવે છે. જો કે સરકારનો દાવો છે કે ચાર્જશીટ કરવાના કેસો છેલ્લા પાંચ વર્ષમાં ઘટી ગયા છે. રાજ્યમાં લાંચ લેવાના કેસોમાં સૌથી વધુ અધિકારીઓ અમદાવાદમાંથી પકડાયા છે. અમદાવાદની સંખ્યા 190 થાય છે. 2015ના એક જ વર્ષમાં સૌથી વધુ કર્મચારીઓ લાંચ લેતા પકડાયા છે. એટલે કે આનંદીબહેન પટેલની સરકાર સમયે મહેસૂલ અને શહેરી વિકાસ વિભાગમાં ઘૂમ ભ્રષ્ટાચાર ચાલતો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.