સેલવાસના (SELVAS) બાવીસા ફળિયા ખાતે આવેલા અભ્યાસ (STUDY) કરાવતા મોલવી (MOLVI) પર ૧૭ વર્ષની સગીરાએ દુષ્કર્મનો (SAGIRA MISDEEDS) આરોપ લગાવતાં સમગ્ર સેલવાસ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
૩૫ વિધાર્થીઓને સાથે ચાલતો મદરેસા અચાનક વિવાદમાં..
ઉલ્લેખનીય છે કે ૨૩ તારીખે સાંજે બાવીસા ફળિયામાં ૩૫ વિધાર્થીનીઓને સાથે ચાલતો મદરેસા અચાનક વિવાદમાં આવ્યો હતો. શિક્ષકે ત્યાં અભ્યાસ કરતી ૧૭ વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ સગીરાએ કરી છે. જેમાં તેણે તેની માતાને ફોન કર્યો હતો.
તબિયત ખરાબ છે કહી માતાને મળવા પહોંચેલ ત્યાં તો સગીરા તેને સમગ્ર ઘટના જણાવી દીધી હતી. જેમાં સગીરાએ માતાને જણાવ્યું હતું કે મોરબી એ તેની સાથે શું શું કર્યું છે. ત્યારબાદ તેઓ પોલીસ પાસે પહોંચ્યા હતા. જોકે પોલીસે તાત્કાલિક સગીરાને મેડિકલમાં મોકલાવી મોલવીની અટકાયત કરી લીધી હતી.
પરંતુ પોલીસ મેડિકલ રિપોર્ટની રાહ જોતી હતી. તે જેમાં ગતરોજ મોડી સાંજે મેડીકલ રીપોર્ટ આવતાં પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધીને મોલવીની ધરપકડ કરી છે. અને પોસ્કો હેઠળ કલમ લગાવી ને વધુ તપાસ હાથધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.