ગુજરાતના એક ગુટખાના વેપારીના (GUTKHA TRADER) ઠેકાણા પર આયકર વિભાગે (INCOME TAX DEPARTMENT) દરોડા પાડયા હતા. આ કાર્યવાહીમાં ૧૦૦ કરોડથી વધુની બેનામી સંપત્તિ (ANONYMOUS ASSETS) અને કાળી કમાણીનો ખુલાસો થયો છે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદન મુજબ આવક વેરા વિભાગના અધિકારીઓએ (OFFICIALS) ૧૬ નવેમ્બરના રોજ અમદાવાદના ગુટખા વહેચતાં એક વેપારીનાં જુદા જુદા ૧૫ ઠેકાણાઓ પર સર્ચ ઓપરેશન (SEARCH OPERATION) હાથ ધર્યું હતું.
જો કે નિવેદનમાં ગુટખા ગ્રુપના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી. હાલમાં તો આયકર વિભાગ એ ગ્રુપના બેન્ક લોકર્સ સીલ કરી દીધા છે.વધુ મામલની તપાસ ચાલી રહી છે.
૪ કરોડ રુપિયાનાં ધરેણાં જપ્ત..
આવકવેરાના વિભાગનાં દરોડા દરમિયાન ગુટખા ગ્રુપની જગ્યાઓથી લગભગ સાડા સાત કરોડની બેનામી રોકડ અને લગભગ ૪ કરોડના દાગીના મળી આવ્યાં છે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદન મુજબ ગુટકા વિતરણ ગ્રુપની ૩૦ કરોડ રૂપિયાની અધોષિત આવક હોવાની વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત પોતાના સર્ચ ઓપરેશન દરમિયાન આવક વિભાગના અધિકારીઓએ ૧૬ નવેમ્બર તપાસ દરમિયાન જુદા જુદા પ્રકારની આપત્તિજનક દસ્તાવેજી પુરાવાઓ જપ્ત કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.