ભારત અને શ્રીલંકા વચ્ચે 3 ટી-20 મેચોની સિરીઝનો આગાઝ ગુવાહાટીથી થયો. જોકે, બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનાર આ મેચ વરસાદના કારણે રદ્દ થઇ ગઇ. દર્શકોએ લગભગ 3 કલાક સુધી મેચ શરૂ થવાની રાહ જોઇ પરંતુ આખરે તેમના હાથે નિરાશા લાગી. ભલે વરસાદના કારણે મેચ ન રમાઇ પરંતુ સ્ટેડિયમમાં આવેલા દર્શકોનો ઉત્સાહ એક ક્ષણ માટે પણ ઓછો થયો નહી. ગુવાહાટી સ્ટેડિયમમાં મેચ જોવા આવેલા હજારો દર્શકોએ એક અદ્ભૂત દ્રશ્ય દેખાડ્યું. ફેન્સએ સ્ટેડિયમમાં ઉભા થઇ એક સૂરમાં ‘વંદે માતરમ’ ગીત ગાયુ. બીસીસીઆઇ એ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી આ સુંદર ક્ષણનો વીડિયો શેર કર્યો છે.
બીસીસીઆઇ એ ગુવાહાટીમાં આ શાનદાર અને દિલને સ્પર્શ કરતા આ વીડિયોને શેર કર્યો છે. વરસાદ જ્યારે મેચમાં વિઘ્ન બન્યો હતો. તે સમયે મેચ જોવા આવેલા દર્શકોએ સ્ટેડિયમમાં ઉભા થઇ પોતાના મોબાઇલ ફોનની લાઇટો ઓન કરી દીધી. તેના પછી તમામ લોકએ એક સૂરમાં ‘વંદે માતરમ’ ગાવાનું શરૂ કરી દીધુ.
ગુવાહાટીના ક્રિકેટ સ્ટેડિયમમાં આ દ્રશ્ય ખુબ જ આહલાદક હતું. જ્યારે પ્રશંસકોએ ‘વંદે માતરમ’ ગાઇ રહ્યા હતા. તે સમયે મેદાન પર વિરાટ કોહલી, શિખર ધવન અને રિષભ પંત પણ હાજર હતા. શિખર ધવને પ્રશંસકોનો હાથ હલાવીને સ્વાગત કર્યું. સોશિયલ મીડિયા પર બીસીસીઆઇનો આ વીડિયો ખુબ જ વાયરલ થયો. ફેન્સ આ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે અને સાથે જ દર્શકોના આ દ્રશ્યનો આનંદ પણ માણી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.