ગાંધીનગર મનપા માટે, તમામ રાજકીય પક્ષના ઉમેદવારના ઉમેદવારી ફોર્મની સ્ક્રુટીનીનો, ગઇકાલે શનિવારે હતો અંતિમ દિવસ

ગાંધીનગર મનપા માટે તમામ રાજકીય પક્ષના ઉમેદવારના ઉમેદવારી ફોર્મની સ્ક્રુટીનીનો ગઇકાલે શનિવારે અંતિમ દિવસ હતો. આજથી તમામ પક્ષ પોતાનું કેમ્પઈન શરૂ કરશે. જોકે, ભાજપે (BJP) આ વખતે જાહેર રેલી તથા સંમેલનો ન કરવાનો નિર્ણય લીધો છે.

ભાજપ દ્વારા સમગ્ર ચૂંટણીમાં ટોળા એકઠા ન થાય અને ભીડ ન થાય એ માટે જાહેર સભા સને સંમેલન ન કરવામો નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી પ્રચારમાં ગ્રૂપ બેઠક, ગ્રૂપ મિટિંગ, ડોર ટૂ ડોર પ્રચાર પર ભાર મૂકવામાં આવ્યો છે.

કૉંગ્રેસના આક્ષેપની  પ્રતિક્રિયા આપતા ભાજપે જણાવ્યું હતું કે, કૉંગ્રેસ પાસે આક્ષેપબાજી કરવા સિવાય બીજું કાંઈ નથી એટલે જ તે પોતાની જમીન ગુમાવી બેઠી છે. ભાજપ સતત લોકો વચ્ચે રહે છે અને લોકો માટે કાર્યરત રહે છે. ત્યારે જોવાનું એ છે કે, ભાજપ પોતાના નિર્ણય પર કેટલું મક્કમ રહે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.