– પહેલી ઓક્ટોબરથી નવા વિઝા બંધ કરાય તેવી શક્યતા
– કોરોનાથી બેકારી વધતા અમેરિકન કર્મચારીઓના હિતોનું રક્ષણ કરવા ટ્રમ્પ વહીવટી તંત્ર વિવિધ વિકલ્પો વિચારી રહ્યા છે
ટ્રમ્પ એચ-1બી વિઝા રદ કરશે તો હજારો ભારતીય આઇટી પ્રોફેશનલો પર વિપરિત અસર પડશે
કોરોનાના પગલે અગાઉથી આઇટી પ્રોફેશલો મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યાં છે
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એચ-1બી સહિતના એમ્પ્લોયમેન્ટ વિઝા સસ્પેન્ડ કરવાનું વિચારી રહ્યાં છે. મીડિયાના અહેવાલ અનુસાર કોરોના મહામારીના પગલે અમેરિકામાં વધેલી બેકારીને પગલે ડોનાલ્ડ ટ્રમ્પ એમ્પ્લોયમેન્ટ વિઝા સસ્પેન્ડ કરે તેવી શક્યતા છે.
જો કે એચ-1બી વિઝા સસ્પેન્ડ કરવામાં આવશે તો તેની સૌૈથી વધુ વિપરિત અસર ભારતીય આઇટી પ્રોફેશનલ પર પડશે. અમેરિકન સરકારનું નવું નાણાકીય વર્ષ એક ઓક્ટોબરથી શરૂ થાય છે અને નવા નાણાકીય વર્ષની શરૂઆતથી આ વિઝા સસ્પેન્ડ કરવામાં આવે તેવી શક્યતા છે.
વોલ સ્ટ્રીટ જર્નલના જણાવ્યા અનુસાર સસ્પેન્શન દૂર કરવામાં ન આવે ત્યાં સુધી નવા એચ-1બી વિઝા જારી કરવામાં નહીં આવે જો ક જે લોકો અગાઉથી જ અમેરિકામાં કાર્ય કરી રહ્યાં છે તેમને કોઇ અસર નહીં થાય.
એચ-1બી વિઝા એક પ્રકારના નોન ઇમિગ્રન્ટ વિઝા છે જે અમેરિકન કંપનીઓને વિદેશી કર્મચારીઓન નોકરી પર રાખવાની મંજૂરી આપે છે. ખાસ કરીને આ વિઝા ટેકનિકલ નિષ્ણાતોને
આપવામાં આવે છે. અમેરિકાની ટેકનોલોજી કંપનીઓ દર વષે હજારોની સંખ્યામાં ભારત અને ચીનના આઇટી પ્રોફેશનલોને નોકરી પર રાખે છે.
જો ટ્રમ્પ દ્વારા એચ-1બી વિઝા રદ કરવાનો નિર્ણ યલેવામાં આવશે તો હજારો ભારતીય આઇટી પ્રોફેશનલ પર વિપરિત અસર પડશે. કોરોનાને પગલે અગાઉથી જ અનેક એચ-1બી વિઝાધારકો અમેરિકામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે અને કેટલાકને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. જો કે વ્હાઇટ હાઉસે જણાવ્યું છે કે આ અંગે કોઇ અંતિમ નિર્ણય લેવામાં આવ્યોે નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.