અભિનેતા માંથી નેતા બનેલાં હાસનને સમજાયું કે, મહામારી હજુ ખતમ થઈ નથી .

અભિનેતામાંથી (ACTOR) નેતા બનેલા કમલ હાસન (KAMAL HAASAN) કોરોના સંક્રમિત (INFECTED CORONA) થયા છે. જાણવા મળ્યા મુજબ યુએસ (US) થી પરત આવેલા કમલ હાસનને હળવી ખાંસી હતી. ત્યારબાદ તેમણે રિપોર્ટ (REPORT) કરાવ્યો હતો જેમાં કોવિડ પોઝીટીવ (COVID POSITIVE) આવ્યો.

કમલની ટીમ દ્વારા આ વાતની પુષ્ટી કરવામાં આવી છે. કમલએ પોતે પણ આ અંગે નિવેદન આપ્યું છે અને સાથે જ પોતે આઈસોલેશન હોવાની માહિતી આપી છે. કમલ હાસને આ અંગે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું હતું કે યુએસની ટ્રીપથી પરત આવ્યા બાદ મને થોડી ખાંસી હતી. ટેસ્ટ કરાવ્યો હતો ખબર પડી કે મને કોરોના થઈ ગયો છે.

હું આઈસોલેશનમાં છું. હવે સમજાઈ રહ્યું છે કે મહામારી હજુ ખતમ થઈ નથી. હું વિનંતી કરું છું કે તમે સૌ સુરક્ષિત રહો. કમલ હાસનની આ ટ્વિટનાં જવાબમાં તેના ચાહકો તેઓ જલદી સાજા થઇ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા હોવાનો લખ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.