દેશ આજે 71મોં ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. જેને લઇને દિલ્હીના રાજપથને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. જ્યારે પીએમ મોદી અને અમિતશાહે દેશવાસીઓને તેની શુભેચ્છા પાઠવી છે.
દેશની સેવામાં લાગેલા જવાનો માટે આજનો દિવસ કંઇક ખાસ હોય છે. લદ્દાખ અને કાર્ગિલની લોહી જમાવી દે એવી ઠંડીમાં પણ જવાનોનો જોશ ઓછો થતો નથી. આજે સેનાએ ગણતંત્ર દિવસની ઉજવણીનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ભારત-તિબ્બત સીમા પોલીસ (ITBP) જવાન રાષ્ટ્રીય ધ્વજની સાથે 17000 ફૂટની ઉંચાઇ પર ગણતંત્ર દિવસ મનાવતા નજરે પડી રહ્યા છે. તમને જણાવી દઇએ કે હાલ લદ્દાખમાં તાપમાન શૂન્યથી 20 ડિગ્રી સેલ્સિયસ ઓછું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.