હડતાળ કરનાર બેન્ક કર્મચારીઓની ખેર નથી, ગુજરાત હાઇકોર્ટ કરશે સખત કાર્યવાહી

ઇન્ડિયન બેન્ક એસોસિએશન બેન્ક યુનિયન ફેડરેશને રજુઆત કરી હતી કે તેઓ તા. 11, 12 અને 13 તારીખે હડતાળ પર નહીં ઉતરે. બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી જવાબ રજૂ ન કરતાં હાઇકોર્ટે લાલ આંખ કરી હતી અને કેન્દ્ર સરકાર ને આદેશ કર્યો હતો કે 20/4/20 સુધીમાં જવાબ આપો અથવા જવાબદાર અધિકારીઓને કોર્ટમાં હાજર કરો. અગાઉ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ હાઇકોર્ટમાં સોગંદનામું કર્યું હતું. જેમાં જાહેર હિતમાં હડતાલ પર જતા અટકાવવા અંગેના વહીવટી પરિપત્ર કે જાહેરનામાં બહાર પાડવાની રિઝર્વ બેન્કને સત્તા હોવાની કબૂલાત કરી હતી.

અગાઉની સુનાવણીમાં બેંક યુનિયન વતી એફિડેવિટ રજૂ થઈ હતી જેમાં જણાવ્યું હતું કે તેમની માંગણીઓ યોગ્ય હતી આથી બેંક હડતાળ લોકહિતમાં પાડવામાં આવી હતી. સામે પક્ષે અરજદારો દ્વારા તેમના વકીલ મારફતે રજુઆત કરાઈ હતી કે 31 જાન્યુઆરી તથા 1 ફેબ્રુઆરી એમ બે દિવસની બેંકોમાં હડતાળને કારણે ₹23 હજાર કરોડના લગભગ 31 લાખ ચેકોનું ક્લિયરિંગ અટક્યું હતું. જેમાં કેન્દ્ર સરકાર તથા રિઝર્વ બેન્ક દ્વારા જવાબ રજૂ ન કરાયો હોવાથી મુદ્દત પડી હતી. જેમાં હાઈકોર્ટે હડતાળને જનહિતમાં અયોગ્ય ગણાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.