હૃદયરોગથી ગ્રસ્ત કોરોના સંક્રમિતોના મોતની આશંકા વધુ- રિસર્ચ

હજી પણ કોરોના સંક્રમણના કેસ દેશ દુનિયામાં વધી રહ્યાં છે. તેની સાથે જ દુનિયાના અનેક દેશો તેની રસી શોધવામાં વ્યસ્ત છે. આ દરમિયાન થયેલા એક અધ્યયનમાં એવું જાણવા મળ્યું છે કે જે લોકો હૃદયની કોઈ બીમારીથી પીડાતા હોય તેમના કોરોનાથી મૃત્યુની સંભાવના વધારે છે.

PLOS 1 જર્નલમાં પ્રકાશિત આ રિસર્ચમાં કહેવાયું છે કે હૃદયરોગ હોય તેવા કોવિડ 19ના દર્દીઓની સારવારમાં ડૉક્ટરોને દર્દીના શરીરમાં સર્જાતી જોખમી સંભાવનાઓને સમજવામાં વધારે મુશ્કેલી પડે છે.

ઇટાલીના મેગ્ના ગ્રેસેયા યુનિવર્સિટીના લેખકોનું કહેવું છે કે મોટાભાગના લોકો માટે કોરોના વાયરસ રોગ એક સામાન્ય બીમારી જેવો હોય છે. પરંતુ તે ગંભીર ન્યુમોનિયાની સ્થિતિ ઉત્પન્ન્ કરી શકે તેમ હોવાથી જ ઘણાં લોકો તેનો ભોગ બની જાય છે.

આ રિસર્ચ ટીમે એશિયા, યુરોપ અને અમેરિકાના કુલ 77,317 હોસ્પિટલમાં સોરવાર લઇ રહેલા કોવિડ 19ના દર્દીઓ પર અભ્યાસ કરીને આ તારણ આપ્યું છે. જેમાં જાણવા મળ્યું છે કે જે વખતે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા ત્યારે 12.89 ટકા દર્દીઓ હૃદય સંબંધિત તકલીફો, 36.05 ટકા દર્દીઓ હાઈ બીપી અને 19.45 ટકા દર્દીઓ ડાયાબિટીસવાળા હતા.

તેમજ 14,09 ટકા દર્દીઓમાં દાખલ થયા પછી જટીલ હૃદય સંબધિત તકલીફો જોવા મળી હતી. જ્યારે પ્રાપ્ત ડેટાનો અભ્યાસ કરતાં જાણવા મળ્યું કે દર્દીઓમાં પહેલાંથી જોવા મળતાં કાર્ડિયોવસ્કુલર કોમ્બિડિટીના લક્ષણો અને હૃદય સંબંધિત જટીલતાઓ મૃત્યના મુખ્ય કારણો હતા. સાથે જ ઉંમર અને પહેલાથી હૃદયની તકલીફ હોય બંને કાર્ડોયવસ્કુલર કોમ્બિડિટીનું જોખમ મૃત્યુનું કારણ બને છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.