કોરોના વાયરસે ચીન બાદ સૌથી વધારે હાહાકાર ઈટાલીમાં મચાવ્યો છે.
જાણવા મળતી વિગતો પ્રમાણે એક જ દિવસમાં ઈટાલીમાં 475 લોકોના આ વાયરસના કારણે મોત થતા આ દેશમાં ગંભીર કટોકટી જેવી સ્થિતિ ઉભી થઈ છે. આ સાથે જ ઈટાલીમાં 2978 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે. બીજી તરફ 24 કલાકમાં 4207 નવા દર્દીઓ સામે આવતા હવે કુલ દર્દીઓની સંખ્યા 35,000ને પાર કરી ગઈ છે
બીજી તરફ આ વાયરસનુ એપી સેન્ટર મનાતા ચીનમાં પહેલી વખત એવુ બન્યુ છે કે, છેલ્લા 24 કલાકમાં કોઈ નવો દર્દી સામે આવ્યો નથી.
બીજી તરફ અમેરિકન કોંગ્રેસના બે સાંસદ પણ આ વાયરસની ચપેટમાં આવી ગયા છે. બંનેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.