હાહાકાર-હવે અમેરિકા કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત,એક જ દિવસમાં 1400ના મોત

અમેરિકામાં કોરોનાનો રોગચાળો વિકરાળ સ્વરુપ ધારણ કરી ચુક્યો છે.અમેરિકા જાણે લાચાર બની ગયુ છે અ્ને બીજી તરફ મોતનો આંકડો વધી રહ્યો છે.

હવે દુનિયામાં અમેરિકા કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ બની ગયો છે.જ્યાં એક જ દિવસમાં 1400 લોકોના મોત થયા છે.

જહોન હોપકિન્સ યુનિવર્સિટીના કહેવા પ્રમાણે અમેરિકામાં 2.77 લાખ લોકો કોરોનાથી સંક્રમિત છે અને સાત હજાર કરતા વધારે લોકો મોતને ભેટી ચુક્યા છે.એક જ દિવસમાં સૌથી વધારે લોકોના મોત અમેરિકામાં થયા છે.

અમેરિકાની સરકાર માની રહી છે કે, બે દિવસમાં ભયાનક સ્થિતિ સર્જાશે.આમ છતા ટ્રમ્પ સરકારે અમેરિકામાં લોકડાઉન લાગુ કર્યુ નથી.જોકે સરકારે લોકોને ઘરોમાં રહેવા માટે આદેશ આપ્યો છે.અમેરિકાના પચાસ રાજ્યોમાં કોરોનાની અસર છે.જેમાં ન્યૂયોર્ક અને ફ્લોરિડા વધારે પ્રભાવિત છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.