હૈદરાબાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે પોતાની તમામ તાકત લગાવી છે. ભાજપે હૈદરાબાદમાં પોતાની આખી ટીમ ઉતારી છે જે ચૂંટણીને લઈને તૈયારીઓ કરી રહી છે. જેપી નડ્ડાની મુલાકાત બાદ હવે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના ફાયરબ્રાંડ નેતા યોગી આદિત્યનાથને પણ મેદાને ઉતાર્યા છે. યોગીએ આજે રાજ્યના મલ્કાજગીરી નગરમાં રોડ શો કર્યો.
યોગીએ રોડ શો દરમિયાન કહ્યું કે, આપણે સૌએ નક્કી કરવાનું છે કે એક પરિવાર અને મિત્ર મંડળીને લૂંટફાટની આઝાદી આપવી છે કે પછી હૈદરાબાદને ભાગ્યનગર બનાવીને વિકાસના નવી બુલંદીઓ પર લઈ જવું છે. મિત્રો આ તમારે નક્કી કરવાનું છે.
તેમણે કહ્યું કે, હું જાણું છું કે અહીંની સરકાર એક તરફ જનતા સાથે લુંટફાટ કરે છે, જ્યારે AIMIMની ઉશ્કેરણીમાં આવીને ભાજપ કાર્યકર્તાઓની હેરાન કરે છે. આ લોકોન સામે નવી લડત લડવા માટે તમારા લોકો સાથે કદમથી કદમ મેળવી ચાલવા માટે ભગવાનશ્રી રામની ધરતીથી હું સ્વયં અહીં આવ્યો છું.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા બાદ શનિવારે યોગી આદિત્યનાથ ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અહીં આવવાના છે. ભાજપ અહીં પુરી તાકત સાથે ચૂંટણી મેદાને ઉતરી છે. 150 સીટોવાળઈ ગ્રેટર હૈદરાબાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન માટે ભાજપે તમામ તાકત લગાવી છે. અહીં પહેલાંથી જ તેજસ્વી સુર્યાએ પ્રચારની કમાન સંભાળી છે. હૈદરાબાદની આ ચૂંટણીમાં ચાર મુખ્ય પક્ષો TRS, AIMIM, કોંગ્રેસ અને ભાજપ મેદાને છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.