હૈદરાબાદની કંપનીનું રૂ.7926 કરોડનું બેંક છેતરપિંડી કૌભાંડ, કેસ દાખલ

– બેકિંગ સેક્ટરમાં મેહુલ ચોક્સી કરતા પણ મોટું કૌભાંડ

– કેનેરા બેંકના નેતૃત્ત્વવાળા બેંકોના જૂથે દાખલ કરેલી એફઆઇઆરને આધારે સીબીઆઇએ કેસ દાખલ કર્યો

બેંકો સાથે નિરવ મોદીએ 6000 કરોડ જ્યારે મેહુલ ચોકસીએ 7080 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી

7926 કરોડ રૂપિયાની બેંક છેતરપિંડી બદલ સીબીઆઇએ હૈદરાબાદ સિૃથત ટ્રાન્સટ્રોય (ઇન્ડિયા) અને તેના ડાયરેક્ટરો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. કેનેરા બેંકના નેતૃત્ત્વવાળા બેક જૂથ સાથે કુલ 7926 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. આ કૌભાંડને ભારતના બેકિંગ સેક્ટરનું સૌથી મોટું કૌભાંડ ગણવામાં આવી રહ્યું છે.

આ કૌભાંડની રકમ મેહુલ ચોકસીના કૌભાંડથી પણ વધી ગઇ છે. સીબીઆઇના જણાવ્યા અનુસાર નિરવ મોદીએ બેંકો સાથે 6000 કરોડ અને નિરવ મોદીએ બેંકો સાથે 7080.86 કરો રૂપિયાની છેતરપિડી કરી હતી. આમ ટ્રાન્સટ્રોય (ઇન્ડિયા) લિમિટેડનું 7926 કરોડ રૂપિયાનું કૌભાંડ આ બેને કરતા પણ વધી જાય  છે.

એજન્સીએ કંપની અને તેના આરોપી ડાયરેક્ટરોના પરિસરોમાં દરોડા પાડયા હતાં. આ દરોડા દરમિયાન ગુનાહિત પ્રવૃત્તિઓના દસ્તાવેજો મળી આવ્યા હતાં. સીબીઆઇએ પોતાની એફઆઇઆરમાં કંપની, તેના ચેરમેન-કમ-મેનેજિંગ ડાયરેક્ટર ચેરૂકુરી શ્રીધર અને એડિશનલ ડાયરેક્ટર રયાપતિ સંબાસિવા રાવ તથા અક્કીનેની સતિષના નામનો ઉલ્લેખ કર્યો છે.

આ એફઆઇઆરમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે હૈદરબાદ સિૃથત આ ખાનગી કંપની અને તેના ડાયરેક્ટરોએ એકથી વધારે વખત ક્રેડિટ ફેસિલિટીનો ઉપયોગ કર્યો હતો. સીબીઆઇ પ્રવક્તા આર કે ગૌરે એક નિવેદનમાં જણાવ્યું છે કે કેનેરા બેંક અને અન્ય બેંકોના જૂથ સાથે આ છેતરપિંડી આચરવામાં આવી છે.

ફરિયાદકર્તાઓએ વધુમાં જણાવ્યું છે કે આરોપીઓએ બેંકો સમક્ષ કંપનીના ખોટા નાણાકીય હિસાબો રજૂ કરી લોન સહિતની સુવિધાઓનો લાભ મેળવ્યો હતો. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન(સીબીઆઇ)એ આરોપ મૂક્યો છે કે બેંક લોન છેતરપિંડીને કારણે બેંકોના જૂથને કુલ 7926.01 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

ગૌરે વધુમાં જણાવ્યું હતું કે આરોપી કંપની અને ડાયરેક્ટરોના હૈદરાબાદ અને ગુન્તુર સિૃથત પરિસરોમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. આ દરોડા દરમિયાન બેંક સાથે આચરવામાં આવેલી છેતરપિંડીના પુરાવા મળી આવ્યા હતાં. સીબીઆઇના જણાવ્યા અનુસાર નિરવ મોદીએ 6000 કરોડ રૂપિયા અને મેહુલ ચોકસીએ 7080.60 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યુ હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.