હૈદરાબાદમાં મહિલા ડૉકટર પર ગેંગરેપ કરનાર ચારેય આરોપીઓના એન્કાઉન્ટરનો મામલો ઘેરાતો જાય છે. તેલંગાણા હાઇકોર્ટે એનકાઉન્ટર પર પ્રશ્નો ઉઠાવતા ચારેય આરોપીઓના મૃતદેહના ફરીથી પોસ્ટમોર્ટમ કરવાના આદેશ આપ્યા છે. આપને જણાવી દઇએ કે હૈદરાબાદની ગાંધી હોસ્પિટલના વરિષ્ઠ મેડિકલ અધિકારીએ કહ્યું હતું કે મૃતદેહને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાય નહીં. તેના પર હોસ્પિટલ મેનેજમેન્ટે કોર્ટ પાસે માંગણી કરી હતી કે મૃતદેહોના સંબંધમાં કોઇ નિર્દેશ આપે.
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ ચારેય આરોપીઓની એન્કાઉન્ટરમાં કરાયેલી હત્યાની તપાસ માટે ત્રણ દિવસનના સભ્ય પંચની રચના કરી છે. આ પંચમાં બોમ્બે હાઇકોર્ટના રિટાયર્ડ જજ રેખા બલદોટા અને સીબીઆઈના પૂર્વ ડાયરેકટર કાર્તિકેયન સામેલ છે. 6 મહિનામાં આ પંચ પોતાનો રિપોર્ટ સોંપશે.
બીજી 9 મહિલાઓને બનાવી ચૂકયા હતા શિકાર
પાછલા દિવસોમાં હેદરાબાદ રેપ મર્ડરની તપાસ કરનારે દાવો કર્યો હતો કે ચારમાંથી બે આરોપીએ બીજી 9 મહિલાઓની સાથે પણ આમ જ કરી ચૂકયા હતા. તેમનું કહેવું છે કે પૂછપરચ્છ દરમ્યાન આ બંને આરોપીઓએ માન્યું હતું કે તેમણે આ નવ મહિલાઓની સાથે રેપ કરીને સળગાવી દીધાા હતા. ચારેય હૈદરાબાદ પોલીસની સાથે એન્કાઉન્ટરમાં મરી ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.