“હૈદરાબાદનાં દિશા રેપ કાંડની વાત હોય કે પછી દિલ્લીનો નિર્ભયા કાંડ. આવા રૂંવાડા ઉભા કરી દે તેવા મુદ્દાઓને ઘરમાં બેસીને ના રોકી શકાય.” આ કોઈ ફિલ્મનો ડાયલોગ નથી, પરંતુ ખૂંખાર અપરાધીઓને ફાંસીનાં ફંદા પર લટકાવનારા પવન જલ્લાદનું કહેવું છે. તેમણે કહ્યું કે, “આવી ઘટનાઓને રોકવા માટે ઘણું જરૂરી છે કે જેટલું જલદી બની શકે, નિર્ભયાનાં દોષીતોને ફાંસીએ લટકાવી દો. દિશાનાં હત્યારાઓને જલદી દોષીત જાહેર કરવામાં આવે.”
…તો કદાચ હૈદરાબાદની માસૂમ નિર્દોષ દિશા બચી ગઈ હોત
તેમણે કહ્યું કે, “હિંદુસ્તાનમાં નિર્ભયા અને દિશા કાંડ જાતે જ બંધ થઈ જશે. જ્યાં સુધી આવા જાલિમોને મોતને ઘાટ નહીં ઉતારવામાં આવે, ત્યાં સુધી બાકી બચેલા આવા ક્રુર માણસોમાં ભય કેવી રીતે ઉભો થશે?” મેરઠનાં પવન જલ્લાદે આ વાત કહી. પવને કહ્યું કે, “જો નિર્ભયાનાં હત્યારાઓને સરકાર લટકાવી ચુકી હોત તો કદાચ હૈદરાબાદની માસૂમ નિર્દોષ દિશા બચી ગઈ હોત. નિર્ભયાનાં હત્યારાઓને આખરે તિહાડ જેલમાં કેમ પાળવામાં આવી રહ્યા છે? નિર્ભયાનાં દોષીઓ હોય કે દિશાનાં હત્યા, જો આનો ઉકેલ તરત નહીં લાવવામાં આવે ત્યાં સુધી આ મુસીબતો સમાજમાં ચાલું રહેશે.”
પવને કહ્યું કે, “હું તો એકદમ તૈયાર બેઠો છું. નિર્ભયાનાં દોષીઓને ડેથ વૉરંટ મળે અને હું તિહાડ જેલમાં પહોંચી જાઉં. મને દોષીતોને ફાંસીનાં ફંદે લટકાવવામાં ફક્ત બેથી 3 દિવસનો સમય જોઇએ. ફક્ત ટ્રાયલ કરીશ અને અદાલતનાં ડેથ વૉરંટને અમલમાં લાવી દઇશ.” ખુદને ખાનદાની જલ્લાદ ગણાવતા પવને કહ્યું કે, “આમાં મને શરમ નથી લાગતી. મારા પરદાદા લક્ષ્મણ જલ્લાદ, દાદા કાલૂ રામ જલ્લાદ, પિતા મમ્મૂ જલ્લાદ હતા. મતલબ કે આઝાદીનાં આ ખાનદાની કામમાં હવે હું ચોથી પેઢીનો એકમાત્ર જલ્લાદ છું.” પવને પહેલી ફાંસી દાદા કાલૂ રામ જલ્લાની સાથે પટિયાલા સેન્ટ્રલ જેલમાં બે ભાઈઓને આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.