Hair Wash Mistakes: જાણીને નવાઈ લાગશે પરંતુ વાળ ધોતી વખતે કરેલી કેટલીક ભુલ હેર ફોલની સમસ્યાને ભયંકર રીતે વધારી શકે છે. ઘણા લોકો એવા હશે જેઓ હેર વોશ કરે એટલે બાથરુમ વાળથી ભરાઈ જાય. આમ થવાનું કારણ હોય છે ખોટી રીતે વાળ ધોવા.
Hair Wash Mistakes: વાળ ધોતી વખતે તમે તો નથી કરતાને આ ભુલ ? આ ભુલોના કારણે શરુ થાય છે ભયંકર હેરફોલ
Hair Wash Mistakes: આજે દરેક વ્યક્તિને મોઢે સાંભળવા મળે કે વાળ ખૂબ જ ખરે છે… વધારે પ્રમાણમાં વાળ ખરતા હોય તો તેની પાછળ વાળ ધોવાની ખોટી રીત પણ જવાબદાર હોય શકે છે. મોટાભાગના લોકો સ્કૈલ્પને બરાબર ક્લીન કરતા નથી જેના કારણે હેર ફોલિકલ્સમાં ગંદગી જામી જાય છે અને નવા વાળ ઊગી શકતા નથી. અને જે વાળ ઊગેલા હોય તે તુટવા લાગે છે. આ સ્થિતિમાં થોડા સમયમાં માથામાં ટાલ દેખાવા લાગે છે.
વાળ ધોવાની સાચી રીત
વાળ ધોવાના હોય તેની 30 મિનિટ પહેલા વાળમાં તેલ લગાવો. ત્યારબાદ વાળને શેમ્પૂ કરવા જોઈએ. શેમ્પૂ કરતા પહેલા પણ વાળને સારી રીતે ભીના કરો. ત્યારબાદ વાળને સ્કેલ્પમાં લગાવી સારી રીતે મસાજ કરો. પછી વાળને સારી રીતે સાફ કરો. શેમ્પૂ કર્યા પછી વાળના મૂળમાં ન જાય તે રીતે કંડીશનર લગાવું જોઈએ. કંડીશનર લગાડ્યા પછી 2 મિનિટમાં જ હેર વોશ કરી લેવા.
વાળ ધોયા પછી આ ભુલ ન કરો
– વાળ ભીના હોય ત્યારે કાંસકો ન ફેરવો. તેનાથી વાળ ખરી જાય છે.
– અઠવાડીયામાં 2 થી 3 વારથી વધુ વાર વાળ ધોવાથી બચો.
– વાળ ધોયા પછી તુરંત તેલ ન લગાવો.
– વાળને નેચરલ હવાથી સુકાવા દો અને પછી તેમાં કાંસકો ફેરવો.
વાળ સુકાવવાની સાચી રીત
વાળ ધોયા પછી તેને કોરા કરવામાં પણ જે ભુલ થતી હોય છે તે વાળ ખરવાનું કારણ બને છે. જેમકે વાળમાં શક્ય હોય ત્યાં સુધી ડ્રાયર ન કરો. તેનાથી વાળ નબળા પડી જાય છે. નિયમિત ડ્રાયરનો ઉપયોગ ન કરો. વાળને કપડાથી ઝાટકીને કોરા ન કરવા જોઈએ. વાળને નેચરલ રીતે જ કોરા થવા દેવા જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.