નવી દિલ્હીમાં પ્રસરેળા ભીષણ ઝેરી પ્રદૂષણના પગલે રાજ્યના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ફરી એકવાક ઓ઼ડ-ઇવનનો અમલ કરતાં સરકારી કચેરીઓના કામકાજના સમયમાં ફેરફાર જાહેર કર્યો હતો.
રાજ્ય સરકારના 21 વિભાગો સવારે સાડા નવથી છ વાગ્યા સુધી કામ કરશે અને બીજા 21 વિભાગો સવારે સાડા દસ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી કામ કરશે. સોમવારે ચોથી નવેંબરથી આ સમયપત્રક અમલમાં આવશે જે પંદરમી નવેંબર સુધી અમલમાં રહેશે. દિલ્હી સરકારે લેખિત આદેશ દ્વારા આ ફેરફારની જાહેરાત કરી હતી.
આ જાહેરાતમાં એવી પણ સ્પષ્ટતા કરાઇ હતી કે આ નિયમ માત્ર સરકારી કાર્યાલયોને લાગુ પડશે. પ્રાઇવેટ કંપનીઓ પોતપેાતાના સમયપત્રક મુજબ કામ કરી શકે છે અગાઉ બે વાર આવા ઓડ-ઇવન કાર્યક્રમનો અમલ કરાયો હતો. રવિવારે આ નિયમમાં છૂટછાટ મળશે. આ નિયમમાં આ વખતે ઇલેક્ટ્રિક વાહનો અને સીએનજી દ્વારા દોડતાં વાહનોને પણ આવરી લેવામાં આવ્યાં છે
રાષ્ટ્રપતિ, ઉપ-રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, સુપ્રીમ કોર્ટના જજિસ, લોકસભાના અધ્યક્ષ, કેન્દ્રીય પ્રધાનો, લોકસભા અને રાજ્યસભાના વિપક્ષી નેતા તેમજ દિલ્હીના ઉપરાજ્યપાલને આ નિયમ લાગુ નહીં પડે. એ જ રીતે દિવ્યાંગો, મહિલાઓ અને એમ્બ્યુલન્સને પણ આ નિયમમાં છૂટછાટ અપાઇ છે. આ નિયમનો ભંગ કરતાં પકડાશે એને મિનિમમ ચાર હજાર રૂપિયાનો દંડ થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.