હાલમાં ૪૦૦૦ બેડ રેલવે કર્મચારીઓ,અને તેમના પરિવારજનોથી ભરાઇ ગયા છે

કોરોનાને કારણે અત્યાર સુધીમાં રેલવેના ૧,૯૫૨ કર્મચારીઓનાં મોત થયા છે અને દરરોજ રલવેના ૧,૦૦૦ કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે છે.

રેલવે બોર્ડના ચેરમેન સુનિત શર્માના જણાવ્યા અનુસાર કોરોનાની બાબતમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની જેમ રેલવે પણ કોરોના સામે લડી રહ્યું છે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારી પાસે અમારી હોસ્પિટલો છે. અમે હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારી છે. અમે રેલવે હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટની રચના છે. અમે અમારા સ્ટાફની કાળજી લઇ રહ્યાં છીએ. હાલમાં ૪૦૦૦ બેડ રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનોથી ભરાઇ ગયા છે.

બે જ દિવસ પહેલા રેલવે સંગઠન ઓલ ઇન્ડિયા રેલવે ફેડરેશને રેલવે પ્રધાન પિયૂષ ગોયલને પત્ર લખી માગ કરી હતી કે કોરાનાથી મૃત્યુ પામેલા રેલવે કર્મચારીઓને ફ્રન્ટલાઇન વર્કરની જેમ જ વળતર ચૂકવવામાં આવે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.