પ્રોફેસર માથુકુમલ્લી વિદ્યાસાગરનું અનુમાન સાચું પડે તો આ મોટી રાહતની ખબર છે.પ્રોફેસર માથુકુમલ્લી વિદ્યાસાગરે જણાવ્યું કે હાલમાં પ્રતિદિન 4 લાખ કરતા પણ વધારે કેસો આવી રહ્યાં છે પરંતુ જુનના અંત સુધીમાં કોરોના મોરચે ભારતને સારી ખબર મળશે.
કારણ કે હાલમાં દેશમાં 4 લાખ કરતા પણ વધારે કેસો આવી રહ્યાં છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, કોરોનાના આંકડાઓને ઓછા કરીને દેખાડવામાં આવી રહ્યાં છે કારણ કે દેશના સ્મશાન સ્થળો પર લાશોના અંતિમ સંસ્કાર માટે મોટી મોટી લાઈનો લાગી છે.
25 દિવસમાં રોજના મરનારાની સંખ્યા 1 હજારથી 4 હજારને પાર થઈ છે. આ પહેલા 13 એપ્રિલે મોતની સંખ્યા 1 હજારને પાર થઈ હતી. જે 20 એપ્રિલે 2 હજાર અને 27 એપ્રિલે 3 હજારને પાર થઈ હતી. કંઈક મળીને જોઈએ તો મોતની સંખ્યામાં 14 દિવસમાં 3 હજારે પહોંચી જ્યારે 4 હજાર પહોંચવામાં 10 દિવસનો સમય લાગ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.