ઈઝરાઈલમાં મંગળવારે વિમાની હુમલામાં ગાઝા સ્થિત 2 ગંગનચૂંબી બિલ્ડીંગને નિશાનો બનાવી છે. ત્યારે હમાસ અને અન્ય સશસ્ત્ર ગ્રુપોએ દક્ષિણી ઈઝરાઈલ પર સેકડો રોકેટ લાધ્યા છે.
બન્ને તરફથી થયેલા આ હુમલામાં બાળકો સહિત કુલ 28 લોકોના જીવ ગયા છે. ઈઝરાઈલમાં કામ કરનારી કેરળની એક મહિલાનું કથિત રુપથી આ ફિલીસ્તીની રોકેટ હુમલામાં મોત થયું છે.
⇒ગાઝાના સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યુ કે સોમાવારે સાંજે શરુ થયેલી આ અથડામણમાં 10 બાળકો અને એક મહિલા સહિત 28 ફલસ્તીનિયોનું મોત થયું છે. મોટાભાગના મોત હવાઈ હુમલામાં થયા છે. ઈઝરાઈલી સેનાએ કહ્યુ કે મરનારામાં ઓછામાં ઓછા 16 ઉગ્રવાદી હતા.
ઈઝરાઈલના પીએમ બેન્ઝામિન નેતન્યાહૂએ કહ્યુ કે અધિકારીઓએ આતંકી સંગઠન હમાસ અને ગાઝા પટ્ટીમાં ઈસ્લામિક જિહાદની વિરુદ્ધ હુમલો તેજ કરવાનો નિર્ણય કર્યો છે. ઈઝરાઈલી સેનાના જણાવ્યાનુસાર તેણે ગાઝામાં ઉગ્રવાદી સંગઠન ઈસ્લામિક જિહાદના એક વરિષ્ઠકમાન્ડરને મારી નાંખવામાં આવ્યા છે. માર્યા ગયેલા આતંકી કમાન્ડોરની ઓળખ સમીહ- અલ- મામલુકત તરીકે થઈ છે. જે ઈસ્લામિક જિહાદના રોકેટ એકમ પ્રમુખ હતો. સેનાએ કહ્યુ કે હુમલામાં ઉગ્રવાદી સંગઠનના અન્ય મોટા ઉગ્રવાદી માર્યા ગયા છે.
અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને તમામ પક્ષોથી ઈઝરાઈલ- ફિલિસ્તીની સંઘર્ષમાં જારી હિંસાને રોકવા આગ્ર કર્યો છે. જ્યારે રોકેટહુમલાની સામે ઈઝરાઈલને આત્મરક્ષાના અધિકારને માન્યતા આપી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.