હમાસે કહ્યું ઈઝરાયલ યુદ્ધને વધારવા માંગે છે,તો અમે આના માટે તૈયાર છીએ

ઈઝરાયલ અને ફિલીસ્તીનની વચ્ચે અઠવાડિયાથી જારી તણાવે હવે હિંસક રુપ લીધુ છે.  હમાસ જેને ઈઝરાયલી પર લગભગ 3 હજાર રોકેટ નાંખ્યા છે.  આ હુમલા બાદ ઈઝરાયલે પોતાના સૌથી શક્તિશાળી એરફોર્સને યુદ્ધના મેદાનમાં ઉતાર્યા, જેનાથી ફિલીસ્તાનમાં ભારે નુકસાન પહોંચાડ્યુ છે.

ઈઝરાયલના રક્ષા મંત્રી બેની ગેન્ટ્સે બુધવારે સાંજે કહ્યુ કે અમારી સેના ગાઝા પટ્ટી અને ફિલીસ્તીન પર હવે હુમલા બંધ નહીં કરે. હમી સેના હવે ત્યાં સુધી નહીં રોકાય જ્યાં સુધી તેને શાંત ન કરી દેવામાં આવે. દુશ્મને પૂરી રીતે ખતમ કરી દીધા પછી અમન અને શાંતિની વાત કરવામાં આવશે.

રક્ષામંત્રીએ પોતાના નિવેદનમાં જણાવ્યુ કે અમે હમાસના 6 કમાન્ડર માર્યા છે મોટી સંખ્યામાં ત્યાંની બિલ્ડિંગ્સ, ફેક્ટ્રીજ અને સુરંગ જમીંદોસ્ત કરી દેવાયા છે.  ઈઝરાયલી સેના પ્રવક્તા તરફથી કહેવામાં આવ્યુ છે કે એ નક્કી માનો કે અમારા મિલિટ્રી ઓફિસર અને જવાન હવે કોઈ સીઝફાયરના પક્ષમાં નથી. તેમણે કહ્યુ કે ફિલીસ્તીને જે રીતે સ્થિતિ પેદા કરી છે તેને જોયા બાદ હવે  લાંબા સમય માટે ઉકેલ શોધવો જોઈએ.

ઈઝરાયલ જે રીતે હુમલા કર્યા છે અમે રોકાવા તૈયાર નથી. ખાસ વાત છે કે વર્ષ 2014 બાદ બન્ને પક્ષો તરફથી ઘાતક કાર્યવાહી થઈ છે. સતત વધતા આ જમીન સંઘર્ષને લઈને આંતરરાષ્ટ્રીય સમુદાય પણ ચિંતિત છે. અનેક દેશોએ જારી હિંસાને રોકવા માટે કહ્યું છે. બીજી તરફ ઈઝરાઈલના પ્રધાનમંત્રી બેંઝામિન નેત્યાન્યાહૂએ કહ્યુ કે હમાસના યરુશલમાં રોકેટ લાદ્યી સીમા પાર કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.