તુલસી પીઠાધીશ્વર જગદગુરૂ રામભદ્રાચાર્યએ કહ્યું છે કે હનુમાન ચાલીસાનો ખોટો પાઠ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે અમુક ચોપાઈઓમાં ભુલો છે. આ અશુદ્ધિઓને ઠીક કરવી જોઈએ. તેમનું કહેવું છે કે પબ્લિશિંગના આ કારણે લોકો ખોટા શબ્દોનું ઉચ્ચારણ કરી રહ્યા છે અને કથાવાચક રામભદ્રાચાર્ય 3 એપ્રિલથી આગ્રામાં છે. આ સમયે તેમણે ચાર અશુદ્ધિઓ વિશે જણાવ્યું.
પદ્મવિભૂષણ રામભદ્રચાર્યએ કહ્યું કે હનુમાન ચાલીસાની એક ચોપાઈ છે- “શંકર સુમન કેસરી નંદન…” તેમણે જણાવ્યું કે હનુમાનને શંકરના પુત્ર કહેવામાં આવી રહ્યા છે જે ખોટુ છે કેમકે શંકર સ્વયં જ હનુમાન છે, માટે “શંકર સ્વયં કેસરી નંદન” બોલવું જોઈએ.
તેમણે કહ્યું કે હનુમાન ચાલીસાની 27મી ચોપાઈમાં બોલાઈ રહ્યું છે- “સબ પર રામ તપસ્વી રાજા”, જે ખોટુ છે અને તેમણે જણાવ્યું તે તપસ્વી રાજા નહીં… યોગ્ય શબ્દ ‘સબ પર રામ રાજ ફિર તાજા’ છે.
તેમણે જણાવ્યું કે હનુમાન ચાલીસાની 32મી ચોપાઈમાં ‘રામ રસાયન તુમ્હારે પાસ આ સદા રહો રધુવર કે દાસ…’ આ ન હોવું જોઈએ પરંતુ એવું બોલવું જોઈએ, “… સાદર રહો રઘુપતિ કે દાસા.”
તેમણે જણાવ્યું કે હનુમાન ચાલીસાની 38મી ચોપાઈમાં લખેલું છે- “જો સત બાર પાઠ કર કોઈ…” તેના બદલે હોવુ એવું જોઈએ- “યહ સત બાર પાઠ કર જોહી….”
રામભદ્રાચાર્યનું કથાવાચન કોઠી મીના બજારમાં ચાલી રહ્યું છે. તેમણે કોઠી મીના બજારનું નામ બદલવાની માંગ કરી છે અને તેમણે કહ્યું કે તેનું નામ સીતા બજાર રાખવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.