હેપ્પી બર્થ ડે ટુ યુ રજનીકાંત, સાઉથના મેગાસ્ટારનો આજે 70 મો જન્મદિવસ

– જાન્યુઆરીમાં રાજકીય પક્ષ સ્થાપશે એવી વાત છે

દક્ષિણ ભારતના ફિલ્મોદ્યોગમાં ભગવાનની જેમ પૂજાતા મેગાસ્ટાર રજનીકાંતનો આજે બર્થ ડે છે. રજનીકાંત આજે 70 વર્ષના થયા.

દક્ષિણ ભારતની તમામ ભાષાઓમાં અને હિન્દીમાં પણ પોતાની આગવી ઇમેજ ઊભી કરનારા રજનીકાંતે અઢળક સુપરહિટ ફિલ્મો આપી છે અને ટિકિટબારી છલકાવી છે. છેલ્લાં થોડાં વરસથી એ કિડનીની બીમારીથી પીડાય છે અને થોડા થોડા સમયના અંતરે સારવાર માટે અમેરિકા આવજા કરતા રહ્યા છે.

થોડા દિવસ પહેલાં તેમણે એવો અણસાર આપ્યો હતો કે એ રાજકીય પક્ષ સ્થાપશે અને લોકોની સેવા કરશે. આ માસમાં પક્ષનાં નામ અને નીતિ વગેરે જાહેર કરીને જાન્યુઆરીમાં પક્ષ સ્થાપવાની તેમની યોજના હોવાનું કહેવાય છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર રજનીકાંતને હાર્દિક શુભેચ્છા આપી હતી. એજ રીતે ઓસ્કાર વિજેતા સંગીતકાર એ આર રહેમાને પણ ‘રજનીસર’ને અંતઃકરણની શુભ કામનાઓ પાઠવી હતી. આ ઉપરાંત સોશ્યલ મિડિયા પર દુનિયાભરના તેમના ચાહકો શુભેચ્છા સંદેશા મોકલી રહ્યા હતા. દુનિયાભરમાં રજનીકાંતના લાખ્ખો ચાહકો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.