કેન્દ્રીય કર્મચારીઓ માટે એક ખુશીના સમાચાર, હોળીની ગિફ્ટ! સરકાર આપશે 10,000 રૂપિયા?

કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે અને આ હોળીમાં કર્મચારીઓ છૂટથી ખર્ચ કરી શકશે. સરકાર સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમ હેઠળ કર્મચારીઓને 10 હજાર રૂપિયા આપી શકે છે અને આ અંતર્ગત કર્મચારીઓ કોઈપણ વ્યાજ વગર સરકાર પાસેથી 10 હજાર રૂપિયા એડવાન્સ લઈ શકે છે.

કેન્દ્ર સરકારની એડવાન્સ સ્કીમ હેઠળ સરકાર કેન્દ્રીય કર્મચારીઓને 10,000 રૂપિયા આપવાની જોગવાઈ કરી શકે છે. મતલબ કે કેન્દ્રના કર્મચારીઓ હોળીના તહેવાર પર 10,000 રૂપિયા એડવાન્સ લઈ શકે છે અને સૌથી મોટી વાત એ છે કે તેમને તેના પર કોઈ વ્યાજ ચૂકવવું પડતું નથી.અને ગયા વર્ષે પણ સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે આની જાહેરાત કરી હતી.

નોંધનીય છે કે તહેવાર માટે આપવામાં આવી રહેલી આ એડવાન્સ પ્રી-લોડ હશે. તેના માટે આ પૈસા કેન્દ્રીય કર્મચારીઓના ATMમાં પહેલેથી જ આ પૈસા હાજર હશે. કર્મચારીઓએ તેનો માત્ર ખર્ચ કરવો પડશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને આપવામાં આવતા 10,000 રૂપિયાના આ એડવાન્સ પર કોઈ વ્યાજ લેવામાં આવશે નહીં. આ સાથે આ પૈસાનું રિફંડ પણ 10 હપ્તામાં કરવામાં આવશે અને એટલે કે કોઈપણ કેન્દ્રીય કર્મચારી માત્ર એક હજાર રૂપિયાના માસિક હપ્તા પર 10 હજાર રૂપિયા લઈ શકે છે

આ ખાસ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમ હેઠળ લગભગ રૂ.4000-5000 કરોડની ફાળવણીની જાહેરાત કરી શકાય છે.અને એટલું જ નહીં રાજ્ય સરકારો પણ આ યોજનાને લાગૂ કરે છે અને જો આમ થશે તો લગભગ 8,000-10,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. સૂત્રોનું માનીએ તો સરકાર એડવાન્સ સ્કીમનો બેંક ચાર્જ પણ લેશે. એટલે કે કર્મચારીઓ પણ આ એડવાન્સનો ખર્ચ માત્ર ડિજિટલ રીતે જ કરી શકશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.