ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે. જેમાં દરેક જ્ઞાતિ જાતિના લોકો સર્વ ધર્મ સમભાવના મંત્ર સાથે રહીં રહ્યાં છે અને ત્યારે અનેક તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણીઓ થતી હોય છે. જેમાં ઉત્તરાયણનો તહેવાર પણ સામેલ છે. જોકે હવે ઉત્તરાયણમાં જેમને દોરી લપેટવામાં કંટાળો આવે છે તેમની માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે અને વાત જાણે એમ છે કે, અમદાવાદની માર્કેટમાં ભારતની પ્રથમ ઓટોમેટીક ફિરકી આવી ગઈ છે. જેમાં એક બટન દબાવતાની સાથે જ લપેટવાની પળોજણમાંથી મુક્તિ મળશે.
ગુજરાતમાં ઉત્તરાયણનું નામ પડે એટલે પતંગરસિકોના ચહેરા ઉપર એક અલગ જ રોનક આવી જાય છે. ગુજરાતના પતંગરસિકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે અને હવે પતંગરસિકોને દોરી લપેટવામાંથી મુક્તિ મળશે તેનું કારણ છે માર્કેટમાં આવેલી ભારતની પ્રથમ ઓટોમેટીક ફિરકી. આપણે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવતી વખતે અનેક વાર ફીરકીમાં દોરી લપેટવાનો કંટાળો આવે છે. જોકે હવે અમદાવાદની બજારમાં ભારતની પ્રથમ ઓટોમેટીક ફિરકી આવી ગઈ છે
અમદાવાદના રાયપુર દરવાજાની અંબિકા બ્રાંચ ખાતે ઉપલબ્ધ આ ઓટોમેટિક ફિરકીનું એક બટન દબાવતાની સાથે જ લપેટવાની પળોજણમાંથી તમને મુક્તિ મળશે. આ બાબતે વેપારીએ જણાવ્યું હતું કે, ઓટોમેટિક ફિરકી માટે છેલ્લા 5 વર્ષથી મહેનત ચાલી રહીં હતી તેમજ જોકે હવે બાળકો અને યુવાનોને દોરી લપેટવાની મહેનતમાંથી મુક્તિ મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.