હર ઘર રાશનની માત્ર વાતો,લોકડાઉનમાં અમદાવાદના હજારો પરીવારો મફત રાશન વિહોણા

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન સમયે ગરીબો માટે શરૂ કરવામાં આવેલી મફત રાશનની યોજનાનો લાભ અમદાવાદના 37 ટકા પરિવારોને મળ્યો નથી તેવો ખુલાસો થયો છે. સ્થાનિય સંગઠનો દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ બાબત બહાર આવી છે. જેમને રાશન મળ્યું નથી તેવા પરિવારો મુસ્લિમ અને દલીત છે. આ સંસ્થાઓએ લોકોના ઘરમાં જઇને સર્વે કર્યો છે.

ગુજરાત સરકારે એપ્રિલ, મે અને જૂન મહિનામા જાહેર વિતરણ પ્રણાલી પ્રમાણે ગરીબ પરિવારોને મફત રાશન આપવાની જાહેરાત કરી હતી. આ રાશન અંત્યોદય તેમજ ગરીબીની રેખા નીચે આવતા જરૂરિયાતમંદ પરિવારોને આપવાનું થતું હતું જેમાં રેશનકાર્ડ અને બિન રેશનકાર્ડના પરિવારો હતા.

આ સર્વેમાં શહેરમાં આવેલી ઝૂંપડપટ્ટી અને ઓછી આવક ધરાવતા પરિવારના વિસ્તારોમાં કરવામાં આવ્યો હતો. સંસ્થાના સેવકોએ 7959 ઘરોનો સર્વે કર્યો હતો જે અમદાવાદના વિવિધ વોર્ડમાં ફેલાયેલાં છે. આ પરિવારોમાં 32 ટકા ઉચ્ચજાતિના હિન્દુ, 35 ટકા મુસ્લિમ, 9 ટકા ઓબીસી, 18 ટકા એસસી અને 5 ટકા એસટી જાતિના હતા.

સરકારનું રેશન મેળવનારા સમુદાયો પૈકી એસસી જાતિને 15 દિવસ, મુસ્લિમને 16 દિવસ, ઓબીસીને 18 દિવસ અને ઉચ્ચ હિન્દુ જાતિને 20 દિવસ નક્કી કરવામાં આવેલા હતા. સિટીઝન ફોર શેલ્ટર એન્ડ હાઉસિંગ એલાયન્સના બેનર નીચે આ સર્વે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં સેપ્ટ યુનિવર્સિટીના પ્રોફેસરો પણ સામેલ હતા.

આ રિપોર્ટમાં મહત્વની બાબત એવી સામે આવી છે કે લોકડાઉન દરમ્યાન સગર્ભા મહિલાઓને કોઈ પોષક આહાર મળ્યો નથી. સર્વેક્ષણમાં માલૂમ પડ્યું છે કે 759 ઘર પૈકી 567 ઘરમાં રેશનકાર્ડ છે. 195 ઘર એવાં છે કે જેમની પાસે રેશનકાર્ડ નથી, કારણ કે તેઓ ભાડુઆત છે. રેશનકાર્ડ ધરાવતા પરિવારમાં 129 ઘર એવાં હતા કે જેમને સરકાર તરફથી મફતમાં રાશન મળ્યું નથી. આ વર્ગમાં 18.7 ટકા એપીએલ કેટેગરીના હતા. 3.9 ટકા બીપીએલ અને 0.2 ટકા અંત્યોદય કેટેગરીના હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.