આજકાલ લોકોના મોઢા પર એક ગીત રહે છે અને એ ગીતના બોલ છે’હર હર શંભૂ’. જો કે હાલ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં આ ગીત એક મુસ્લિમ સિંગર ફરમાની નાઝ એ ગાઈને તેની યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યું હતું અને એ પછી તેનું એ ગીત ઘણું વાયરલ થયું હતું. લોકો તેના અવાજની ખૂબ પ્રસંસા કરી રહ્યા હતા. ત્યાં બીજી બાજુ અમુક ધર્મના લોકો તેના સામે ગુસ્સો જાહેર કરી રહ્યા હતા અને અમુક લોકો દ્વારા સિંગર ફરમાની નાઝના એ ગીત ગાવા પર ઘણા લોકોએ વિરોધ દર્શાવ્યો હતો.
વિરોધ અને સમર્થનની આ જંગ વચ્ચે હવે સિંગર ફરમાની નાઝે તેની ચુપ્પી તોડી છે. જો કે આ ધર્મનો મુદ્દો ઉઠાવીને જે લોકો વિરોધ કરી રહ્યા હતા એ બધાને જવાબ આપતા સિંગર ફરમાની નાઝ એ કહ્યું હતું કે, ‘ એક આર્ટિસ્ટનો કોઈ ધર્મ નથી હોતો. જ્યારે હું ગીતો ગાઉં છું ત્યારે ધર્મ જેવી વાતોને ધ્યાનમાં નથી રાખતી.’ આ સાથે જ સિંગર ફરમાની નાઝ એ આગળ કહ્યું હતું કે, ‘ મોહમ્મદ રફીએ અને માસ્ટર સલિમે પણ ભક્તિ ગીતો ગયા છે.’ અને આપને જણાવી દઇએ કે હાલ સિંગર ફરમાની નાઝના એ ગીતનો વિડીયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
સિંગર ફરમાની નાઝએ આગળ કહ્યું હતું કે, ‘ હું મર્યાદામાં રહીને જ ગીતો ગાઉં છું અને કોઈ ધર્મને નુકસાન નથી પંહોચાડતી. વર્ષ 2018માં મારા લગ્નથી મને એક દીકરો થયો હતો અને તેને બીમાર હતો. એ પછી મારા પતિ અને સાસરાવાળા લોકોએ મને છોડી દીધી અને મારો અને મારા દીકરાનો ખર્ચો ઉઠાવવા માટે મેં એક કલાકાર તરીકે ગીત ગાવાની શરૂઆત કરી દીધી હતી અને મને તલાક આપનાર મારા પતિએ બીજા લગ્ન કરી લીધા અને બધા લોકોએ એમનો સાથ આપ્યો હતો. હું હાલ જે કઈ પણ કરી રહી છું એ મારા બાળકના ભવિષ્ય માટે કરી રહી છું.’
મુઝફ્ફરનગરની રહેવાસી સિંગર ફરમાની નાઝનો ઘણા લોકોએ વિરોધ કર્યો છે તો ઘણા લોકો એમના સમર્થનમાં પણ આવ્યા છે અને સાથે જ એમના સંગીત અને અવાજને કારણે એમનું સમ્માન કરવાની વાતો પણ ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.