હેરાફેરી-4ને વિવાદોનું ગ્રહણ, ઓડિયો રાઈટ્સ મુદ્દે નિર્માતાઓને મોકલવામાં આવી નોટિસ જાણો વિગતવાર..

બોલીવૂડની સુપરહિટ કોમેડી ફ્રેન્ચાઈઝ ‘હેરાફેરી’ ફિલ્મના ત્રીજા ભાગને એ ક પછી એક વિવાદોનું ગ્રહણ નડી રહ્યું છે અને આ અગાઉ ડાયરેક્ટર તરીકે ફરહાદ શામજીને હાંકી કાઢવાની માગણી થયા બાદ હવે આ ફિલ્મના ઓડિયો અને વીડિયો સોંગ્સ રાઈટના મામલે કાનૂની તકરાર ઊભી થઈ છે. આ રાઈટ્સ ધરાવનારી મૂળ કંપનીએ ફિલ્મના નિર્માતાઓને નોટિસ ફટકારી છે.

આ ફિલ્મનું શૂટિંગ શરુ થયાના અહેવાલોને પગલે એક જાણીતી મ્યુઝિક કંપનીએ નિર્માતાઓને ફિલ્મના ઓડિયો અને વીડિયો સોંગ્સના રાઈટ્સનો વપરાશ કરવા માટે તેમની પાસે કોઈ જરુરી દસ્તાવેજો છે કે કેમ તે જાણવા માગ્યું છે અને કંપનીએ જણાવ્યું છે કે આ ફ્રેન્ચાઈઝીના ઓડિયો-વિઝ્યુઅલ રાઈટ્સની એકમાત્ર ધારક તરીકે તેને અબાધિત અધિકાર છે અને તેની પરવાનગી વિના કોઈ તેનો ઉપયોગ કરી શકે નહીં.

ઉલ્લેખનીય છે કે ફિલ્મના ડાયરેક્ટર પદેથી ફરહાદ શામજીને હાંકી કાઢવાની માગણી સાથે અગાઉ જ કેમ્પેઈન છેડાઈ ચૂક્યું છે અને ફરહાદ શામજી આ ફિલ્મને ન્યાય આપી શકે તેવી પ્રતિભા ધરાવતો નથી તેવી માગણી સાથે ‘હેરાફેરી’ સીરીઝના અઠંગ ચાહકોએ આ ઝુંબેશ ઉપાડી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.