ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર અને તમામને પોતાના મસ્તીભર્યા અંદાજથી હસાવનારા યુઝવેંદ્ર ચહલે સગાઈ કરી છે. આઈપીએલની સીઝન 13 શરૂ થવાને થોડા જ સપ્તાહ બાકી છે ત્યારે સગાઈ કરીને સૌને ચોંકાવી દીધા છે. ચહલે ધનશ્રી વર્મા સાથે ‘રોકા’ કર્યા છે.
ચહલે શનિવારે ધનશ્રી સાથે સગાઈ કરી હોવાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ફોટો શેર કરીને તેણે લખ્યું, અમે અમારા પરિવારો સાથે હા કહીં.
We said “Yes” along with our families❤️ #rokaceremony pic.twitter.com/Sf4t7bIgQt
— Yuzvendra Chahal (@yuzi_chahal) August 8, 2020
સગાઈ પહેલા ચહલ તેની સાથી ધનશ્રી વર્મા સાથે ઘણા ઝૂમ સેશનમાં એક્ટિવ જોવા મળ્યો હતો. વર્માની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઇલ બાયોથી ખબર પડે છે કે તે કોરિયોગ્રાફર હોવાની સાથે એક ડોક્ટર અને યૂટ્યૂબર પણ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.