મળતી વિગતો અનુસાર વિશ્વ હિન્દુ પરિષદના સાંસ્કૃતિક સેલના રાષ્ટ્રીય અધ્યક્ષે પણ ટિકિટ માંગી છે.
News Detail
વિરમગાર બેઠક પર હાર્દિક પટેલે દાવેદારી નોંધાવી છે. મળતી વિગતો અનુસાર વિશ્વ હિન્દુ પરિષદના સાંસ્કૃતિક સેલના રાષ્ટ્રીય અધ્યક્ષે પણ ટિકિટ માંગી છે. દિવ્યા પટેલે વિરમગામ બેઠક પરથી ટિકિટ માંગી છે. દિવ્યા પટેલ વ્હીલચેર ક્રિકેટ એસોસિએશનના ડાયરેક્ટર છે. દિવ્યા પટેલ એક ગુજરાતી ફિલ્મ નિર્માતા છે. દિવ્યા પટેલે જણાવ્યું હતું કે ખેડૂત સમાજમાં પણ મારું વર્ચસ્વ છે.
વિરમગામમાં આ ઉપરાંત અન્ય દિગ્ગજોએ પણ દાવેદારી નોંધાવી છે. વિરમગામ કોંગ્રેસના કબ્જામાં છે. ત્યારે ભાજપમાં એક તરફી હાર્દિકનું નામ છે ત્યારે પ્રાગજી પટેલ, તેજશ્રી પટેલ પણ દાવેદારી કરી શકે છે. હાર્દિક પટેલ વિરમગામથી ચૂંટણી લડે તેવી પ્રબળ શક્યતા છે. ત્યારે પૂર્વ ધારાસભ્યો પણ દાવેદારી નોંધાવવા પહોંચ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.