વિધાનસભાની ચૂંટણીના માહોલ ગુજરાત બની રહ્યો છે. તમામ રાજ્કીય પક્ષો વિધાનસભાની ચૂંટણીને લઇ તડામાર તૌયારીમાં જોતરાઇ ગયા છે.ભાજપ આ વખતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલ.ના નેમ 150 પ્લસ કરવા મેદાને પડી છે. અને રાજ્યના છેવાડાના જિલ્લાઓમાં જઇ પ્રચાર પ્રસાર કરી રહી છે અને તો બીજી તરફ ગુજરાતમાં વેન્ટિલેટર રહેલી કોંગ્રેસે 125 બેઠક ગુજરાત લાવવાના દાવા પ્રદેશ પ્રભારી ડૉ રઘુ શર્મા કરી રહ્યા છે.
હાલ કોંગ્રેસ પાસે 63 સીટો છે.2017માં પાટીદાર આંદોલન સૌથી મોટી સત્તાપક્ષ ભાજપને થઇ હતી જેના પગલે ભાજપ 3 ડિજિટમાં પણ પહોંચી શકી ન હોતી તો બીજી તરફ કોંગ્રેસે 77થી વધુ સીટો મેળવી હતી પરંતું 5 વર્ષના સમયગાળા દરમિયાન કોંગ્રેસમાંથી કેટલાક નેતાઓ પક્ષપલટા કરી ભાજપ જોડાયા હતા હાલ ભાજપ પાસે 113 વિધાનસભાની બેઠકો છે. તે પહેલા ભાજપના નેતાઓ, મંત્રીઓ દ્ઘારા વિવિધ સંમેલનોમાં સભાઓ સંમેલનો યોજી લોકોને રિઝવવાના પ્રયાસ કરી છે જામનગર ખાતે યોજાયેલા લોકડાયરમાં કોંગ્રેસ-ભાજપના નેતાઓ એક મંચ જોવા મળ્યા હતા આ દશ્ય ભાગ્યે જ જોવા મળતા હોય છે અને લોકડાયરમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ જોવા રાજકારણ અનેક તર્ક -વિર્તક થઇ રહ્યા છે.
આ પ્રસંગે શિક્ષણમંત્રી જીતુવાઘાણી, પૂર્વ પુરવઠા મંત્રી જયેશ રાદડિયા સહિત સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા સૂત્રો અનુસાર હાર્દિક પટેલ કેટલાક ભાજપના નેતાઓના સંપર્ક છે અને જેમાં ચૂંટણી પહેલા કોંગ્રેસમાં નવા-જુનાની એંધાણ મળી રહ્યા છે. થોડાક દિવસ આગાઉ હાર્દિક પટેલના પિતાની પુણ્યતિથિ નિમિત્તે મિડિયા સાથે વાતાચીત કરી પક્ષથી કામની માગણી કરી હતી અને પાર્ટીના કેટલાક લોકોને મારાથી વાંધો હોવાનુ જણાવ્યુ હતુ જો મતભેદો હશે તો તેનો નિરાકારણ લાવીશુ તે પણ વાત કહી હતી હાર્દિક પટેલની નારાજગી ખાળવા હાઇકમાન્ડ દ્ધારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી પહેલા શું રાજકારણ મોટો ગરમાવો આવે તો નવાઇ નહી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.