ભાજપમાં જોડાયા બાદ ખોવાયેલા હાર્દિક પટેલ જાણો હવે કઈ તૈયારીઓમાં લાગ્યાં છે???

નરેન્દ્ર મોદી જ્યારે દેશના વડાપ્રધાન બન્યા ત્યારે ગુજરાતને ભાજપનું સૌથી વધુ સુરક્ષિત પ્રદેશ બનાવીને ગયા હતા, પરંતુ તેના માત્ર એક જ વર્ષની અંદર રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનેલા આનંદીબેન પટેલની ભાજપ સરકારની કાફોડી હાલત કરનાર પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ચહેરા હાર્દિક પટેલ રહ્યા હતાં.

સમયનું ચક્ર સૌ કોઈનું ફરે છે… સામાજિક નેતા બનેલા હાર્દિક પટેલ બાદમાં કોંગ્રેસમાં જોડાયા, કોંગ્રેસે હાર્દિકને ખૂબ માથે ચડાવ્યો અને હાર્દિકની સીધી અસરથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસને ફાયદારૂપ નીવડેલી, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષથી લઈને કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ સુધી સીધો સંપર્ક ધરાવતા હાર્દિક પટેલ સમયાંતરે કોંગ્રેસમાં જ ગુંગળાઈને રહેવા માંડ્યા અને આજથી પરિણામે 2 મહિના પહેલાં હાર્દિક પટેલે કોંગ્રેસ છોડી, અને તુરંત જ ભાજપે હાર્દિકને પોતાની કેસરી ટોપી પહેરાવી.

એક સમયે ભાજપને ગુજરામાંથી જડમૂળથી ઉખેડવાની વાતો કરનારા હાર્દિક પટેલ ભાજપના શીર્ષ નેતૃત્વને મનફાવે તેવા શબ્દોના પ્રહારો માર્યા હતાં, અને હવે ભાજપના નેતા બન્યા બાદ સિંહની ગર્જના જેવી વાતો કરનાર હાર્દિકે પટેલ ભાજપની શિસ્તબદ્ધ નીતિના પિંજરામાં કેદ હોય તેવું દેખાવા માંડ્યું છે અને ત્યાં સુધી કે ભાજપના અમુક શીર્ષ નેતાઓ અને ખાસ કરીને યુવાન ભાજપી નેતાઓ હાર્દિકના ભાજપમાં ભળવાથી અંદરોઅંદર નાખુશ હોય તેવી પરિસ્થિતિ પણ સર્જાઈ છે અને તેમાં પણ ખાસ કરીને ભાજપના પાયાના કાર્યકર્તાઓ અત્યંત નાખુશ હોય તેવું હજી સુધી દેખાઈ આવે છે.

એક સમયે ગુજરાત કોંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ પદ પર માનભેર બેસેલા હાર્દિક પટેલ હવે આગામી વિધાનસભાની ચુંટણીમાં પોતાની એક બેઠક મેળવીને જીતવા માટે મથી રહ્યાં હોય તેવા અમુક ઘણા સંકેતો છેલ્લા કેટલાક સમયથી દેખાઈ આવે છે.

હાર્દિક પટેલનું હાલ નિવાસસ્થાન વિરમગામ છે, અને માની શકાય ત્યાં સુધી હાર્દિક વિરમગામ વિધાનસભા બેઠક પરથી ચુંટણી લડવા માટેની ઇચ્છા ધરાવતા હોય અને જેના માટે છેલ્લા કેટલાક દિવસોથી હાર્દિક પોતાનું ધ્યાન ભાજપના મોટા કાર્યક્રમો નહિ પરંતુ માત્ર વિરમગામ પૂરતું અટકાવીને રહ્યા છે.

વિરમગામ આસપાસના વિસ્તારોમાં હાર્દિક પટેલે અનેક કાર્યક્રમોના આયોજનો કર્યા છે જેમાં હજુ પણ કોઈને કોઈ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, પાર્ટીના કાર્યકરો અને નાગરિકોને એક બાદ એક માળી રહ્યા છે, ત્યારે હવે જોવું રહેશે કે હાર્દિક વિરામગામ બેઠકને પોતાની બેઠક. બનાવી શકે છે કે કેમ, પોતાની પાર્ટીના કાર્યકરોને સાચવીને પોતાની દાવેદારી મજબૂત બનાવી શકે છે કે કેમ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.