હાર્દિક પટેલ વિધાનસભાની ચૂંટણી લડશે, જાણો ચૂંટણી લડવા માટે શું કાનૂની પગલું ભર્યું?

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પાટીદાર નેતા હાર્દિક પટેલે વિધાનસભાની ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે. આ માટે તેને કાનૂની પગલું ભર્યું છે. 2015માં વિસનગર તોફાનોના કેસમાં 2 વર્ષની સજા થઈ છે. જોકે, હાર્દિક પટેલ અત્યારે આ કેસમાં જામીન પર છે. આ કેસમાં તે દોષિત ઠર્યો હોવાથી તે ચૂંટણી લડી શકતો નથી.અને તે પોતાનો દોષ સ્થગિત કરવા માંગે છે. જેથી તે ચૂંટણી લડી શકે. આ અરજીની સુનાવણી બે અઠવાડિયા માટે ટળી ગઈ છે.

પાટીદાર અનામનત આંદોલન સમયે પાટીદારો પર થયેલા કેસોને લઇ રાજ્ય સરકારે એક નિર્ણય લીધો છે. જેમા સરકારે તોફાનોના 10 કેસ પરત ખેંચ્યા છે. આ સાથે જ હાર્દિક પટેલ સામેના કેસને પરત ખેંચવાની કામગીરી પણ ચાલી રહી છે. હાર્દિક પટેલના 2 કેસ પરત ખેંચવા મુદ્દે કાર્યવાહી શરૂ કરાઈ છે.અને સરકારે પરત ખેંચેલા 10 કેસમાંથી અમદાવાદ સેશન્સ કોર્ટમાંથી 7 કેસ પરત જ્યારે મેટ્રો પોલિટન કોર્ટમાંથી 3 કેસ પરત ખેચાયા છે. ​​​​​​​નરોડા, રામોલ, બાપુનગર અને ક્રાઈમ બ્રાંચ, સાબરમતી, નવરંપુરા અને શહેરકોટડામાં 1-1 જ્યારે કૃષ્ણનગરના 2 કેસ છે જે પરત ખેંચવામાં આવ્યા છે. આ સિવાય અન્ય કેસોને પરત લેવા મેટ્રો કૉર્ટમાં 15 એપ્રિલે પરત ખેચવા હાથ ધરાશે.

રાજ્ય સરકારના આ નિર્ણય પર હાર્દિક પટેલે કહ્યું કે આ જાહેરાત તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કરી હતી.  આનંદીબેનની સરકારમાં જાહેરાત થઈ હતી તે કેસ પરત ખેંચાયા છે. અને સરકાર સમાજને  ગુમરાહ કરે છે, બધા કેસ પાછા ખેંચવા હાર્દિક પટેલે માંગ કરી છે.

ગુજરાત સરકારે કુલ 70 જેટલા પાટીદારો સામેના કેસ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે.અને આમાં રાજદ્રોહ સિવાયના તમામ કેસો પાછા ખેંચાશે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ સેશન કોર્ટમાં હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો કેસ ચાલુ છે જેના સિવાય તમામ કેસો પરત ખેંચાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.