પાટીદાર આંદોલનના નેતા અને થોડા સમય પહેલા કોંગ્રેસ સાથે જોડાયેલા હાર્દિક પટેલની ગઇકાલે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી, જેને લઇને કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી ભડક્યા હતા. તેમણે ટ્વીટ દ્વારા પોતાનો વિરોધ નોંધાવતા લખ્યું હતું કે, યુવાનોના રોજગાર અને ખેડૂતોના હકની લડાઈ લડનારા યુવા હાર્દિક પટેલને ભાજપ વારંવાર પરેશાન કરી રહી છે. હાર્દિકે પોતાના સમાજનો અવાજ ઉઠાવ્યો, તેમના માટે નોકરી માંગી, સ્કોરલરશિપ માગી, ખેડૂત આંદોલન કર્યું. ભાજપ આને દેશદ્રોહ કહી રહી છે.
અમદાવાદમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની ધરપકડ કરી લેવામાં આવી હતી. 2015મા રાજદ્રોહના એક કેસમાં ટ્રાયલ કોર્ટમાં હાજર ન રહેવા માટે હાર્દિક વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરન્ટ બહાર પાડવામાં આવ્યું હતું. તેને અમદાવાદમાં મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવામાં આવ્યો હતો. હાર્દિક પટેલને 24 જાન્યુઆરી સુધી જ્યુશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. એટલે 24 તારીખ સુધી તે જેલમાં રહેશે.
DCP રાજદીપ સિંહ ઝાલાએ હાર્દિક પટેલની ધરપકડની પુષ્ટિ કરતા કહ્યું હતું કે, અમે અમદાવાદના વિરમગામ તાલુકા પાસેથી હાર્દિક પટેલની ધરપકડ કરી હતી. કોર્ટે હાર્દિક વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરન્ટ ઇશ્યૂ કર્યું હતું, ત્યાર બાદ તેની વિરુદ્ધ એક્શન લેવામાં આવ્યું હતું. તેને રાત્રે જ કોર્ટ સામે રજૂ કરવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.