કોંગ્રેસી નેતા હાર્દિક પટેલને લઈને હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. હાર્દિક પટેલના આગોતરા જામીન અરજી પર આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. હાર્દિક પટેલના આગોતરા જામીન અરજી મામલે હાઈકોર્ટમાં હાર્દિકના વકીલે કહ્યું કે અત્યારે અમને ખોટી રીતે પરેશાન કરાઈ રહ્યાં છે. આ અગાઉ અનેક મોકા હતાં પરંતુ છતાં હાર્દિકની ધરપકડ થઈ નહીં. હાઈકોર્ટે આ અંગે સરકારનો અભિપ્રાય માંગ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલની ધરપકડ બાદ હાઈકોર્ટમાંથી તેને જામીન મળ્યા હતા. ત્યારબાદ માણસા પોલીસ અને સિદ્ધપુર પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ હાર્દિક પટેલે ગુજરાત હાઈકોર્ટમાં અગોતરા જામીન અરજી કરી હતી. અગાઉ સેશન્સ કોર્ટે હાર્દિક પટેલના જામીન ફગાવ્યા હતા. ત્યારબાદ હાર્દિક પટેલે હાઈકોર્ટનું શરણ લીધું હતું. જ્યા હાર્દિકના વકીલે જણાવ્યું હતું કે, અત્યારે અમને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. અગાઉ સરકારને ઘણા મોકો મળ્યા હતા, પરંતુ ત્યારે હાર્દિકની ધરપકડ કરવામાં આવી નહોતી. અને અત્યારે જાણી જોઈને હેરાન કરવામાં આવી રહ્યા છે.
હાર્દિકના વકીલની ધારદાર દલીલો બાદ હાઈકોર્ટે આ અંગે સરકારનો અભિપ્રાય માંગ્યો છે. ત્યારબાદ રાજ્ય સરકારે હાર્દિક મામલે જવાબ રજૂ કરવા માટે સમય માંગ્યો છે. હવે હાર્દિકની અગોતરા જામીન અરજી પર 12 ફેબ્રુઆરીએ વધુ સુનાવણી હાથ ધરાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.