કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચુંટણી પૂર્ણ થતાં ફરી ગુજરાતમાં એક્ટિવ થયા છે હાર્દિક પટેલ દ્વારા ખેડૂતોના મુદ્દે આંદોલન કરવાની વાત કરવામાં આવી હતી જે અંગે 2020ના માર્ચ એપ્રિલથી સમગ્ર ગુજરાતના ગામડાઓમાં ફરશે પરંતુ આજે હાર્દિક પટેલ દ્વારા એવું કઈંક કરવામાં આવ્યું કે ભાજપ અને કોંગ્રેસ બંનેમાં હડકંપ મચી જવા પામ્યો છે. હાર્દિક પટેલ દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી કે જે જોઈ લઈએ પછી જાણીએ કે શું કહ્યું હતું, હાર્દિકે પોસ્ટ મૂકી હતી કે, જાગો મારા ખેડૂતો ભાઈઓ. “ખેડૂતોને જરૂર છે આપબળ ની”
સમગ્ર ગુજરાતમાં હાલ ખેડૂત જ યાતના ભોગવી રહ્યા છે એક બાજું સરકાર ની નિતીઓ અને બીજી બાજું કૂદરત નાં પ્રકોપનો ભોગ ખેડૂતો બની રહ્યાં છે. ગુજરાત માં છેલ્લા ત્રણ વર્ષથી કુદરતી આપત્તિ નો ભોગ સતત ખેડૂતો બની રહ્યા છે. આ કુદરતી આફતો સામે ની નુકશાની માટે વિમા કવચ માટે પ્રિમિયમ પણ ભરી રહ્યા છે પણ વિમા કંપનીઓ ખેડૂતો ને કાયમ અંગુઠો બતાવે છે અને વળતર માટે ઠાગાઠૈયા કરે છે, આના કારણે ખેડૂતો સતત પાયમાલ થઈ રહ્યાં છે અને કંપનીઓ તગડી થઈ રહી છે.
શા માટે આમ થઈ રહ્યું છે?? ખેડૂતો માં હજુ સંગઠન શક્તિ નો મોટો અભાવ છે બીજું કે રાજકીય પક્ષો માં વહેચાયેલા છે અને હજું જાત-પાત ના વાડાઓ માંથી બહાર નિકળી શક્યા નથી તે પણ સ્વીકાર કરવો જ પડશે. હવે આપણે ખેડૂતો ને આ તમામ રાજકીય પક્ષો જાત-પાત છોડી એક ખેડૂત તરીકે જ એક મંચ ઉપર આવવાનો સમય આવી ગયો છે. હવે ખેડૂતો માટે લડત આપતાં હોય તેવા કોઈપણ આગેવાન ને આપણે સપોર્ટ કરવો જ પડશે અને આપણી સંગઠિત શક્તિ રૂપે તેમને બળ પૂરું પાડવું પડશે. તો જ આગેવાનો આપણી વાત ને ઉચ્ચ કક્ષાએ પહોચાડશે અને આપણ ને ન્યાય અપાવવા સતત પ્રયત્નશીલ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.