સુપ્રીમ કોર્ટમાં હાર્દિક પેટેલની અરજી પર સુનાવણી કરતાં જસ્ટિસ યૂ. યૂ. લલિત અને જસ્ટિસ વિનીત સરની બેન્ચે ગુજરાત સરકારને નોટિસ જાહેર કરી છે. સાથે બેન્ચે કહ્યું કે મામલો 2015માં નોંધવામાં આવ્યો હતો અને તપાસ હજુ સુધી પેન્ડિંગ છે. તમે પાંચ વર્ષથી આ મામલો બેસી ન રહી શકે.
ધરપકડથી બચવા માટે છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભમાં ઉતરી ગયેલાં હાર્દિક પટેલ માટે અત્યંત રાહતના સમાચાર છે. સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલને મસમોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે 2015ના પાટીદાર આંદોલન કેસમાં હાર્દિક પટેલને 6 માર્ચ સુધી આગોતરા જામીન આપ્યા છે. એટલું જ નહીં આ સાથે સુપ્રીમ કોર્ટે પાટીદાર આંદોલન દરમિયાન થયેલી હિંસા મામલે FIR રદ કરવાની અનુરોધવાળી હાર્દિક પટેલની અરજી પર ગુજરાત સરકાર પાસેથી જવાબ પણ માગ્યો છે.
હાર્દિક પટેલની આગેવાનીવાળી પાટીદાર અનામત આંદોલન સમિતિએ અનામત માટે અમદાવાદમાં એક મેગી રેલી યોજી હતી અને ગેરકાયદેસર રીતે એકત્ર થવા માટે એક FIR નોંધવામાં આવી હતી કારણ કે પોલીસે દાવો કર્યો હતો કે આ રેલી માટે મંજૂરી આપવામાં આવી ન હતી. આ પહેલા કોર્ટમાં ગેરહાજર રહી કાનૂની કાર્યવાહીને જાણી જોઇને વિલંબમાં નાખી મુદતમાં હાજર ન રહેતા હાર્દિકની વિરમગામમાંથી ધરપકડ થયા બાદ હાર્દિક પટેલે કોર્ટમાં લેખિતમાં બાંહેધરી આપી હતી કે હવે તે કોર્ટમાં હાજર રહેશે. આ બાહેંધરીના આધારે કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા હતા. જોકે આમ છતાં હાર્દિક ગેરહાજર રહેતા કોર્ટે તેની સામે વોરંટ કાઢ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.