વડોદરા પાસે આવેલાસોખડા ગામ ખાતે આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિધામ મંદિરમાં ચાર સંતોએ મળીને એક હરિભક્તને માર મારતા ભારે ચકચાર મચી ગઇ છે. આઘટના અંગે ની જાણ થતાં જ મંદિરમાં પોલીસ ધસી ગઈ હતી અને મામલો થાળે પાડ્યો હતો તેમજ મંદિર ના સંતોએ હરિભક્તને માર માર્યો હોવા અંગે ની જાણ થતાં જ આસપાસના ગામોના હરિભક્તોના ટોળા મંદિરમાં ઉમટી પડતા ભારે તંગદીલી છવાઈ ગઈ હતી.
મંદિર ના સંતો એ હરિભક્ત ને માર મારવાની ઘટના માં મહિલા પ્રકરણ હોવાની વાત ચર્ચાઈ રહી છે અને ચાલતી ચર્ચા મુજબ આજે કેટલીક મહિલાઓ મંદિર માં આવતા સંપ્રદાયમાં મહિલાઓ સાથે સંપર્ક કરવો વર્જ્ય હોવાછતાં બે સંતો મહિલા સાથે વાતો કરતા હોવાં અંગે ની અયોગ્ય ઘટનાને અનુજ ચૌહાણ નામનો એક હરિભક્ત યુવાને પોતાના મોબાઇલથી રેકોર્ડિંગ ચાલુ કરી દેતા ત્યાં હાજર હરિસ્મરણ સ્વામી, ભક્તિ વલ્લભ સ્વામી,પ્રભુ પ્રિય સ્વામી અને સ્વામીસ્વરૂપ સ્વામી નામના ૪ સંતોએ અનુજને પકડીને વીડિયો ડીલિટ કરવા માટે જણાવતા અનુજે વીડિયો ડીલિટ કરવા ઈન્કાર કરતા આ ચારેય સંતો ઉશ્કેરાયા હતા અને અનુજને મારતા મારતા મંદિરની અંદર ખેંચી ગયા હતા
આ દરમિયાન એક સિક્યોરિટી ગાર્ડ પણ આવી ગયો હતો અને તેણે પણ અનુજને માર માર્યો હતો અને.આ દરમિયાન કોઇએ સોખડા પોલીસને જાણ કરતા પોલીસ પણ મંદિરમાં દોડી આવી હતી અને અનુજ ને સંતો ના કબ્જા માંથી છોડાવ્યો હતો.આમ મહિલાઓ સાથે મંદિર માં વાત કરી રહેલા સંતો નું મોબાઈલ થી શુટિંગ કરનાર હરિભક્ત ને સંતો એ ઘેરી ને માર માર્યો હોવાની વાત સામે આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.