હરિયાણાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે મેનિફેસ્ટોની જાહેરાત કરી છે. એ પ્રમાણે કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોનું દેવું 24 કલાકમાં માફ થશે, ખેડૂતોને મફત વીજળી અપાશે. મહિલાઓને નોકરીઓમાં અનામત અને પેન્શનના લાભો અને ફ્રી સરકારી બસસેવાનો લાભ અપાશે. હરિયાણાની ચૂંટણી હોવાથી કોંગ્રેસે મેનિફેસ્ટોની જાહેરાત કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મહિલાઓને મફતમાં મુસાફરીની જાહેરાત કરી ત્યારે વિરોધ કરનારી રાજકીયપાર્ટીઓ પણ ચૂંટણી આવે ત્યારે મફતમાં વિવિધ સુવિધાઓ આપવાની જાહેરાતો કરતી હોય છે.
હરિયાણા કોંગ્રેસના મેનિફેસ્ટોમાં પણ વિવિધ પ્રકારની જાહેરાતો કરવામાં આવી છે. એ પ્રમાણે હરિયાણામાં કોંગ્રેસની સરકાર આવશે તો 24 કલાકમાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. હરિયાણાની ખાનગી કંપનીઓમાં સ્થાનિક લોકોને 75 ટકા સુધી નોકરી આપવામાં આવશે. મહિલાઓને ખાનગી કંપનીઓની નોકરીઓમાં અનામત મળશે. સરકારી બસસેવા ફ્રીમાં અપાશે.
વિધવા, દિવ્યાંગ, અપરણિત મહિલાઓને 5100 સુધીનું માસિક ભથ્થુ આપવામાં આવશે. ગર્ભવતી મહિલાઓને ત્રણ મહિલાથી લઈને બાળકના જન્મ સુધી દર મહિને 3100 રૂપિયા ભથ્થુ અપાશે. મહિલાઓના નામે મિલ્કત ખરદવા પર 50 ટકા સુધી ટેક્સમાફી અપાશે. ખેડૂતોને વીજળી મુક્તમાં અપાશે. 300 યુનિટ સુધીની વીજળીનું બિલ માફ થશે.
ડિગ્રીધારી બેરોજગાર યુવાનોને બેરોજગારી ભથ્થુ મળશે. પોસ્ટ ગ્રેજ્યુએટને 10,000, જ્યારે ગ્રેજ્યુએટને 7000 બેરોજગારી ભથ્થુ આપવાની કોંગ્રેસના મેનિફેસ્ટોમાં જાહેરાત કરવામાં આવી હતી. પછાત વર્ગોના વિદ્યાર્થીઓને વાર્ષિક 10,000થી લઈને 15,000 સુધીની સ્કોલરશિપ પણ અપાશે. નશાખોરી રોકવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે એવું પણ ઘોષણાપત્રમાં કહેવાયું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.