હરિયાણાના ભાજપી નેતાઓએ જ કૃષિ ખરડાને વખોડી કાઢ્યો, ખરડાને કહ્યો ખેડૂત વિરોધી

કેન્દ્ર સરકારના કૃષિ ખરડાને ખુદ ભાજપના કેટલાક નેતાઓએ ખેડૂત વિરોધી ગણાવ્યો હતો. ખાસ કરીને હરિયાણાના બે ભાજપી નેતાઓએ જાહેરમાં કૃષિ ખરડાને વખોડી કાઢ્યો હતો. આ બે નેતા પરમિન્દર સિંઘ ઢુલ અને રામપાલ માજરાએ મિડિયા સાથે વાત કરતાં કહ્યું કે આંદોલન કરી રહેલા ખેડૂતો સાથે સરકારે વાત કરવી જોઇએ. આ ખરડામાં ક્યાંય લઘુતમ ટેકાના ભાવની વાત કરાઇ નથી. આ ખરડો ખેડૂત વિરોધી હતો.

પરમિન્દર સિંઘ ઢુલે કહ્યું કે આ ખરડો સર છોટુ રામના વિચારોની વિરુ્દ્ધ છે એટલે અમે એને ટેકો નહીઁ આપી શકીએ. તેમણે એવો દાવો કર્યો હતો કે કોરોના વાઇરસ ત્રાટક્યા અને દેશની સમક્ષ ગઁભીર આર્થિક કટોકટી આવી ત્યારે ખેડૂતોએ જ દેશને ટકાવી રાખવામાં મબલખ ફાળો આપ્યો હતો. આજે હવે ખેડૂતો સડકો પર છે ત્યારે સરકાર તેમની વાત સાંભળતી નથી. ઢુલે એવો દાવો પણ કર્યો હતો કે અમે આ મુદ્દે હરિયાણા ભાજપના પ્રદેશ પ્રમુખ ઓપી ધનકડ સાથે વાત કરી હતી. ખરડામાં લઘુતમ ટેકાના ભાવ વિશે સ્પષ્ટ ઉલ્લેખ હોવો જરૂરી છે. તો જ ખેડુતોને વિશ્વાસ બેસે કે આ ખરડો અમારા હિતમાં છે.

ભાજપના બીજા નેતા રામપાલ માજરાએ કહ્યું કે ખેડૂતોની વાત સરકારે સાંભળવી જરૂરી છે. એવું ન બનવું જોઇએ કે ભવિષ્યમાં એક ગરીબ ખેડૂતે કોઇ મોટી કંપની સામે લડાઇ આપવી પડે. ભલે અમે ભાજપના છીએ. જે કંઇ ખોટું થઇ રહ્યું છે એની સામે અમે અવાજ ઊઠાવીશું.

કેન્દ્ર સરકારે જે ત્રણ કૃષિ ખરડા પસાર કર્યા હતા એની સામે સૌથી વધુ બોલકો વિરોધ પંજાબ અને હરિયાણામાં થઇ રહ્યો હતો. પંદરથી વધુ કિસાન સંઘોએ આજે પંજાબ હરિયાણા તો ઠીક, સમગ્ર દેશમાં બંધનું એલાન કર્યું હતું. ખાસ કરીને પંજાબ અને હરિયાણામાંતો ખેડૂતોએ ટ્રેનો રોકી હતી. આ સંઘોએ રાષ્ટ્રપતિને વિનંતી કરી હતી કે આ ખરડા ખેડૂતોની વિરુદ્ધ હોવાથી એના પર આપ સહી કરતા નહીં

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.