હરિયાણા માં એક્ઝિટ પોલ ખોટા સાબિત થઈ શકે છે! ભાજપ ગુમાવી શકે છે સત્તા! જાણો!

દેશના બે રાજ્યો મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચુંટણીમાં હજુ ગઈકાલે જ મતદાન થયું. મતદાનની ટકાવારી જોવા જઈએ તો ધીમું ધીમું મતદાન થયું. જેમાં ટકાવારી પ્રમાણે હરિયાણા માં સાંજે 6 વાગ્યા સુંધી 65% મતદાન નોંધાયું જ્યારે મહારાષ્ટ્રમાં સાંજે 6 વાગ્યા સુંધીમાં 60.25% મતદાન નોંધાયું. હરિયાણા માં ટોટલ 1169 ઉમેદવારો અને મહારાષ્ટ્રમાં 3237 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં શીલ થઈ ગયા છે. મતદાનની સરેરાશ જોવા જઈએ તો ઓછું મતદાન થયું તેમ કહી શકાય.

મતદાન પૂર્ણ થયાની સાથે જ ન્યુઝ ચેનલ તરફથી એક્ઝિટ પોલ બતાવવામાં આવ્યા છે. જેમાં મહારાષ્ટ્ર અને હરિયાણા બંને રાજ્યોમાં ફરી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે તેવું બતાવવામાં આવી રહ્યું છે. પરંતુ હરિયાણામાં ગ્રાઉન્ડ રિયાલિટી અલગ જ છે. ભાજપની રણનીતિ ભાજપને ભારે પડી હોય તેવું હાલ પુરતું દેખાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપની રણનીતિ નોન-જાટના માતો મેળવવાનું અને જાટ મતોને વિભાજીત કરવાની હતી. જેમાં લોકસભા ચુંટણીમાં ભાજપને જબરદસ્ત સફળતા મળી હતી અને જાટના ગઢ ગણવામાં આવતા રોહતકમાં ગાબડું પાડવામાં સફળતા મળી હતી.

કહેવાય છે કે આજ રણનીતિ સાથે ભાજપ ફરી મેદાને ઉતર્યું અને કોંગ્રેસ સાથે અન્ય વિપક્ષી પાર્ટીઓને ફરી મ્હાત આપવાના મનસૂબા સાથે આજ રણનીતિ સાથે આગળ પણ વધ્યું પરંતુ વર્ષ 2019ની સામાન્ય ચુંટણીમાં મળેલી કાર્મી હાર અને ભાજપની આ રણનીતિને ભાંપીને વિપક્ષી પાર્ટીઓ પણ સામનો કરવા તૈયાર હતી. આ વખતે ભુપેન્દ્રસિંહ હુડ્ડા દ્વારા તમામ તૈયારી કરી લેવામાં આવી હતી. બીજી તરફ હરિયાણામાં ત્રીજા નંબરની અને મહત્વની પાર્ટી ગણવામાં આવતી જેજેપી દ્વારા પણ ભાજપની આ રણનીતિને મ્હાત આપવા માટે નોન જાટ ઉમેદવારો ભાજપના વોટ કાપે એવી રીતે મહત્વની સીટ પર ઉભા રાખવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.