– બેથી ત્રણ દિવસની અંદર સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીત થવાની શક્યતા
સરકાર જે નવું કૃષિબિલ લાવી છે, તેની સામેનો વિરોધ અટકવાનું નામ નથી લઇ રહ્યો. સરકાર વિરોધ અટકાવવા અને ખેડૂતોને સમજાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. તેમ છતા ખેડૂતોનો વિરોધ યથાવત છે. ખાસ કરીને પંજાબ ને હરિયાણાના ખેડૂતો છેલ્લા કેટલાય દિવસોથી દિલ્હીની બોર્ડર પર આવીને બેઠા છે અને નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. હજારોની સંખ્યામાં ખેડૂતો ત્યાં એકઠા થયા છે. સરકારના તેમની સમજાવટના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા છે. ત્વામાં હવે હરિયાણાના મુખ્યમંત્રી મોહનલાલ ખટ્ટરે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર સાથે મુલાકાત કરી છે.
બંને નેતાઓએ નવા કૃષિ કાદાઓ અને તેના વિરોધ અંગે ચર્ચા કરી. કૃષિમંત્રી સાથેની મુલાકાત બાદ મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે એક બે દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ આવી જશે. તેમણે કહ્યું કે મારું માનવું છે કે આગામી બેથી ત્રણ દિવસની અંદર સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીત થવાની શક્યતા છે. ખેડૂતોના વિરોધનું સામાધાન ચર્ચાના માધ્યમથી નીકળવું જોઇએ. આ મુદ્દાનું બને તેટલી ઝડપથી નિરાકરણ લાવવું જોઇએ.
આ ઉપરાંત મનોહરલાલ ખટ્ટરે રક્ષામંત્રી રાજનાથસિંહ સાથે પણ મુલાકાત કરી હતી. તેમની સાથે પણ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે મોદી સરકાર વારંવાર કહી રહી છે કે તેઓ વાતચીત માટે તૈયાર છે, પરંતુ સામેની તરફ ખેડૂતો કહી રહ્યા છે કે જ્યારે સરકાર કૃષિ કાયદાને રદ્દ કરશે ત્યારે જ વાતચીત શક્ય થશે. સરકાર અને ખેડૂતોમાં આ મુદ્દે વાતચીત પણ થઇ છે, પરંતુ તેનો કોઇ અર્થ નિકળ્યો નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.