હરિયાણાના કૈથલ જિલ્લામાં પોલીસે, સેક્સ રેકેટનો ભાંડો ફોડી,12 લોકોની કરી ધરપકડ

હરિયાણા ના કૈથલ જિલ્લામાં પોલીસે સેક્સ રેકેટનો ભાંડો ફોડી દીધો છે. સિટી પોલીસે સ્પા સેન્ટર અને એક કાફે થી દેહ વેપારના આરોપમાં મંગળવારે 12 લોકોની ધરપકડ કરી. પોલીસને ઘણા સમયથી આ સ્થળો પર દેહ વેપારની સૂચના મળી રહી હતી. પોલીસે સ્પા સેન્ટરથી બે યુવક, બે યુવતીઓ, માલિક રિંકૂ ઉર્ફે મોન્ટી અને કાફેથી બે યુવતીઓ, પાંચ યુવકોની ધરપકડ કરી છે.

બીજી તરફ, પોલીસ સ્ટેશનથી યુવક ફરાર થવાની ઘટના પર એસ.પી. લોકેન્દ્ર સિંહે ગંભીર નોંધ લીધી છે. તેઓએ તેની તપાસના આદેશ આપ્યા છે. પોલીસે જણાવ્યું કે તેમને સૂચના મળી હતી કે અંબાલા રોડ પર ગોલ્ડન કાફે તથા રોયલ સ્પા સેન્ટરની આડમાં અનૈતિક ધંધો ચાલી રહ્યો છે.

તમામ લોકોની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા છે. ફરાર કાફે સેન્ટર સંચાલક તથા એક યુવકની ધરપકડ કરવા માટે તપાસ ચાલી રહી છે.

એસપી લોકેન્દ્ર સિંહના ધ્યાનમાં આ મામલો આવ્યો તો તે પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દીધો હતો. ત્યારબાદથી શહેરમાં સતત બીજી રેડ કરવામાં આવી જે સફળ રહી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.