હાઈ બીપીના દર્દી માટે નુકસાનકારક મસાલાવાળી ચા.

ભારતમાં ચા પીનારાઓની કોઈ કમી નથી,નવાઈની વાત તો છે કે પાણી પછી ચા સૌથી વધુ પીવાતી વસ્તુ છે. લોકોને તેમાં અલગ-અલગ મસાલા મિક્સ કરવા પસંદ છે. ખાસ કરીને મોટી સંખ્યામાં લોકો આદુની ચા પીવે છે. આદુ ઔષધીય ગુણોથી ભરપૂર છે, તેથી તેને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ મસાલો શરદી, ખાંસી સામે ખૂબ જ અસરકારક છે, તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ છે, સાથે જ લોકો પાચનક્રિયા સુધારવા માટે પણ તેનો ઉપયોગ કરે છે, પરંતુ આ મસાલો નુકસાનકારક પણ પુરવાર થઈ શકે છે.

એક ડાયેટિશિયને જણાવ્યું છે કે આદુના ફાયદા અને ગેરફાયદા બંને છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ આદુની ચા ન પીવી જોઈએ કારણ કે તે તેમના માટે તે નુકશાનકારક સાબિત થઈ શકે છે. તેમજ તેને પીવાથી ચક્કર આવવા અને નબળાઈ જેવી સમસ્યા પણ આવી શકે છે.

આદુને પાચન માટે સારું માનવામાં આવે છે, પરંતુ જો તેનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે કારણ કે આ મસાલામાં આદુ મળી આવે છે, જે પેટમાં વધુ એસિડ ઉમેરે છે અને તેથી જ પેટમાં બળતરા થવા લાગે છે, એટલા માટે આદુને મર્યાદિત માત્રામાં વાપરો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.