હર્ષ સંઘવીએ ફોર્મ ભરતા પહેલા કહ્યું, આ વખતી ચૂંટણી હું નહીં પરંતુ…..જનતા લડી રહી છે

સૂરતમાં યોજાએલી જનસભામાં ફોર્મ ભરતા પહેલા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંધવીએ કહ્યું હતું કે, હું આજે ફોર્મ ભરવા જઈ રહ્યો છું પરંતુ આ વખતે ચૂંટણી હું નહીં પરંતુ જનતા લડી રહી છે

News Detail

આજે હર્ષ સંઘવીએ ફોર્મ ભરવાના અંતિમ દિવસે જનસભાને સંબોધિત કરી હતી. સૂરતમાં યોજાએલી જનસભામાં ફોર્મ ભરતા પહેલા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંધવીએ કહ્યું હતું કે, હું આજે ફોર્મ ભરવા જઈ રહ્યો છું પરંતુ આ વખતે ચૂંટણી હું નહીં પરંતુ જનતા લડી રહી છે

વિગતવાર જણાવતા હર્ષ સંઘવીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ જે જવાબદારી આપી છે તે આશીર્વાદથી હું ફોર્મ ભરવા જઈ રહ્યો છું ફોર્મ ભર્યા પછી તમારી જવાબદારી છે. આ ચૂંટણી તમારે લડવાની છે. શું તમે આ ચૂંટણી લડવા માટે તૈયાર છો?

આ મજૂરા વિધાનસભાનો માહોલ અલગ પ્રકારનો હોય છે અહીંના લોકો વર્ષોથી મોદી સાહેબ સાથે છે. હર ઘર મોદીના નારાઓ લાગે છે. મને કોઈએ પૂછ્યું ચૂંટણીમાં શું રીઝલ્ટ આવશે મેં કહ્યું હું નહીં મજૂરાના નાગરીકો ચૂંટણી લડી રહ્યા છે.

ભારતીય નાગરીકો અને ભાજપ એક સિક્કાની બે બાજું છે. દરેક ચૂંટણીમાં વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ, આ ગુજરાતમાં દર વર્ષે સામેવાળાને બિસ્તરા પોટલા બાંધીને ઘર ભેગા થઈ જાવું પડે છે. ફરીથી બીજેપી સરકાર બનાવશે તે સપનું જરુરથી પુરુ થશે. આપણું ગુજરાત સ્વચ્છ અને સુરક્ષિત ગુજરાત છે.

હમણા મોદી સાહેબે એક નારો આપ્યો છે. ખોટા વાયદાઓ કેટલાક કરે છે. પરંતુ ગુજરાતના ચારેય ખૂણામાં હરેક ગુજરાતીઓ કહે છે કે, આ ગુજરાત અમે બનાવ્યું છે. આ ગુજરાત આપણે બનાવ્યું છે.

2002 પહેલા આ ગુજરાતના દરેક જિલ્લા ગુજરાત સરકારના કાયદાથી નહીં ત્યાંના ગૂંડાઓના નામોથી ઓળખતા હતા. મોદી સાહેબ અને શાહ સાહેબે શાંતિ માટે મોટા નિર્ણયો લીધા. કરફ્યુ પહેલા લાગી જતું હતું આજે બહેનો દિકરીઓ રાત્રે 2 વાગે ઘરે ગરબા રમીને સુરક્ષિત રીતે ઘરે આવી શકે છે. આપણે સંગઠન અને સાહસથી ગુજરાતને સુરક્ષિત કર્યું છે. તેમ હર્ષ સંઘવીએ મત ક્ષેત્રમાં સભાને સંબોધિત કરતા કહ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.